________________
ત્રણે યોગના વ્યાપારવાળા છદ્મસ્થ મુનિને ઉપરોક્ત વિતર્કદિથી યુક્ત મન હોય છે, એ સમુદ્રની ભરતીના વિશેષ તરંગોવાળું " હોય ! છતાં કંઈક કમ્પવાળા તરંગોવાળું છે. આવી દશા ગૃહસ્થ હોતી નથી. [६५४] एकत्वेन वितर्केण विचारणे च संयुतम् ।।
निर्वातस्थप्रदीपाभं द्वितीयं त्वेकपर्ययम् ॥ ७७ ॥ શુકલધ્યાનનો બીજો પાયો સવિતર્ક, સવિચાર એકત્વ :
મૂલાર્થ : એકપણાએ કરીને વિતર્ક અને વિચાર કરીને યુક એવું એક પર્યાયવાળું બીજું શુકલધ્યાન વાયુ રહિત પ્રદેશમાં રહેલ દીવાની જેવું નિશ્ચળ હોય છે.
ભાવાર્થ : આ પ્રકારમાં વિતર્ક અને વિચાર પૂર્વવત્ છે. પરંતુ એક જ દ્રવ્ય, પર્યાય, અથવા ગુણનું આલંબન હોવાથી એકપણે કહેવાય છે. કંપરહિત દશા હોવાથી પૃથક્ત નથી. અર્થાત્ દ્રવ્ય ગુણ કે પર્યાય ગમે તે એકમાં સ્થિર હોય. તેથી વાયુરહિત દીવાર્થ સ્થિર જ્યોતિ જેવું નિષ્કપ ધ્યાન હોય છે. આ બે પ્રકાર કેવળજ્ઞાન થતા પહેલાં મુનિને જ હોય છે. [६५५] सूक्ष्मक्रियाऽनिवृत्याख्यं तृतीयं तु जिनस्य तत् ।
अर्द्धरुद्धाङ्गयोगस्य रुद्धयोगदयस्य च ॥ ७८ ॥ શુકલધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ.
મૂલાર્થ ઃ સૂક્ષ્મ ક્રિયાની નિવૃત્તિ, બે યોગને રૂંધનાર અને ત્રીજ યોગને જેણે અર્ધી રૂંધ્યો છે, એવા જિનેશ્વરને હોય છે.
ભાવાર્થઃ શુકલધ્યાનની આખરી અવસ્થામાં જેણે સૂક્ષ્મ વચન મનોયોગને તદ્દન નિરોધ કર્યો છે, તથા પૂલ કાયયોગની ક્રિયાને અર્થો નિરોધ કર્યો છે. (શ્વાસોચ્છવાસની ક્રિયા) માત્ર છે એ અવસ્થા કેવળીને તેરમા ગુણ સ્થાનને અંતે હોય છે. યોગન નિરોધરૂપ આ ધ્યાનનો ત્રીજો પાયો છે. [६५६] तुरीयं तु समुच्छिन्न-क्रियमप्रतिपाति तत् ।
शैलवनिष्पकम्पस्य शैलेश्यां विश्ववेदिनः ॥ ७९ ॥
૩૨૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org