________________
શુકલધ્યાનનો પહેલો પાદ ત્રણ પ્રકારે છે. તેમાં વિવિધ નયનો આશ્રય કરીને રહેલું અને પૂર્વગત્ જે શ્રુત તે વિતર્ક કહેવાય છે. ૭૪
અર્થ, વ્યંજન અને યોગોનો જે પરસ્પર સંક્રમ તે વિચાર કહેવાય છે. અને દ્રવ્ય ગુણ તથા પીયનો સંક્રમ તે પૃથકત્વ કહેવાય છે. ૭૫
ત્રણ યોગ વડે યોગવાળા સાધુને આ વિતર્કદિ વડે યુક્ત એવું પ્રથમ શુકલધ્યાન કંઈક ચપળ તરંગવાળા સમુદ્રની ક્ષોભ રહિત દશા જેવું છે. ૭૬
ભાવાર્થ એ ત્રણ પ્રકારે જેનો વિચાર કરવાનો છે તે આ પ્રમાણે છે.
શુકલધ્યાનના ચાર પાયા આ પ્રમાણે છે. ૧. સવિતર્ક, સવિચાર, અપૃથફત્વ. ૨. સવિતર્ક, સવિચાર, એકત્વ ૩. સૂક્ષ્મક્રિયા, અનિવૃત્તિ, ૪. સમુચ્છિન્નક્રિયા, અપ્રતિપાતી.
શુકલધ્યાનનો પ્રથમ પાયો : સવિતર્ક = સવિચાર સપૃથક્ત – વિતર્ક = અનેક નયોને આશ્રયીને ચૌદપૂર્વની અંદર સમાયેલો શ્રતનો બોધ.
વિચાર : પદાર્થ (દ્રવ્ય) વ્યંજન : શબ્દ યોગ : મનોદિવ્યાપાર.
અર્થમાં રહેલા લયનો શબ્દમાં સંક્રમણ અને શબ્દમાં રહેલા લયનો અર્થમાં સંક્રમણ તે વિચાર કહેવાય. મનાદિ યોગનો પરસ્પર સંક્રમ તે વિચાર કહેવાય.
પૃથક્વ : દ્રવ્યથી પર્યાયના ચિંતનમાં, પર્યાયથી પર્યાયના ચિંતનમાં, ગુણથી ગુણના ચિંતનમાં એકાગ્ર થવું.
શુકલધ્યાનના પ્રથમ પાયામાં આ ત્રણે બાબત હોય છે. અર્થાત્ પદાર્થ થકી – એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં ધ્યાનનું સંક્રમ થવું. ઉત્પાદ વ્યયરૂપ કે ધૃવરૂપ પર્યાય થકી બીજા પર્યાયમાં સંક્રમ થવું, કે જ્ઞાનાદિ કે વર્ણાદિ રૂપ ગુણ થકી બીજા ગુણને વિષે સંક્રમ થવું તે પૃથક્ત સહિત શુકલધ્યાન છે.
માન સ્તર
? રરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org