________________
તેને ઈજા ન કરે તે માટે સર્વ અંગોને સંકોચી રાખે છે. તેમ યોગી પોતાની સાધનામાં કંઈ વિક્ષેપ ન પડે તે માટે ઇન્દ્રિયોના વિષયોનો સંક્ષેપ કરી તે વિષયોનો પરિહાર કરે છે, તેવા યોગીની બુદ્ધિ સુપ્રતિષ્ઠિત છે. [૬૪] શાન્તો રાન્તો મીટ્ટાત્મીરીમતથા સ્થિતઃ |
सिद्धस्य हि स्वभावो यः सैव साधकयोग्यता ॥ ६८ ॥ મૂલાર્થ : આ પ્રમાણે આત્માને વિષે રમણ કરનારપણે રહેલો યોગી શાંત અને દાંત હોય છે, કારણ કે સિદ્ધનો જે સ્વભાવ છે તે જ સાધકની યોગ્યતા છે.
ભાવાર્થ : આ પ્રમાણે જેનો આત્મા કષાયરહિત પણે અપૂર્વ ક્ષમાવાન હોય, અને અંતર બાહ્ય બંને પ્રકારે ઇન્દ્રિયોના વિકારથી રહિત હોય, કેવળ આત્મ ભાવે કરી યુક્ત હોય, તે ધર્મધ્યાનનો ધ્યાતા છે. કારણ કે ધર્મધ્યાન એ મુક્તાત્માનો સ્વભાવ છે. પ્રાય અપ્રમત્ત ગુણસ્થાનના યોગીઓની એ અવસ્થા છે. [६४६] ध्याताऽयमेव शुक्लस्या-प्रमत्तः पादयोः द्वयोः ।।
પૂર્વવિવું યોગ્યયોગી વ, વતી પરિયોસ્તોઃ || 8 | મૂલાર્થ : આ જ અપ્રમત્ત સાધુ શુકલધ્યાનના પહેલા બે પાદના ધ્યાતા છે. પણ જો તે પૂર્વવિદ હોય તો. બીજા બે પાદના ધ્યાતા અનુક્રમે સયોગી અને અયોગી કેવળી છે.
ભાવાર્થ : પૂર્વે કહેલા અપ્રમત્ત સાધુ, પૂર્વવિદ્દ એટલે ચૌદપૂર્વના જ્ઞાતા, ગુણશ્રેણિએ આરૂઢ થઈ શુકલ ધ્યાનના ધ્યાતા બને છે. તે શુકલધ્યાનના ચાર પાયા છે. જે ધર્મધ્યાનમાં સફળ થયા તે પ્રમાદરહિત યોગી શુકલધ્યાનના બે પાયાના ધ્યાતા બને છે. વળી પ્રમત્ત મુનિ પૂર્વધર ન હોય છતાં અપવાદરૂપે ચિત્તની અત્યંત નિર્મળતાને કારણે શુકલધ્યાનના પ્રથમ બે પાયાના ધ્યાતા બને છે.
શુકલધ્યાનના ત્રીજા પાયાના અધિકારી સયોગી કેવળી છે, અને ચોથા પાયાના અધિકારી આયોગી કેવળી છે.
૩૨૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org