________________
છે. શ્રીકૃષ્ણે અર્જુનને સંબોધન કર્યું છે કે હે અર્જુન ! જેની મનોકામના શાંત થઈ છે, જે આત્મભાવમાં સંતુષ્ટ છે. તે સ્થિતપ્રજ્ઞ છે, એ જ પ્રમાણે અત્રે ધર્મધ્યાનના ધ્યાતાનું લક્ષણ કહ્યું છે. તે ક્રમ વ્યવસ્થિત છે, ઉપાસવા યોગ્ય છે.
[૬૪૨] દુઃહેનુદ્ધિનમનાઃ સુàષુ વિતગૃહ | वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥ ६५ ॥
મૂલાર્થ : જેનું મન દુઃખને વિષે ઉદ્વેગ પામતું નથી, જે સુખને વિષે સ્પૃહારહિત છે, તથા જેના રાગ, ભય, ક્રોધ નષ્ટ થયા છે, તે મુનિ સ્થિતપ્રજ્ઞ છે.
ભાવાર્થ : હે અર્જુન ! જે મુનિ જગતના ભૌતિક પદાર્થોમાં આસક્ત નથી, તેને ભિક્ષાદિ અનુકૂળ મળો કે પ્રતિકૂળ મળો તેમાં હર્ષ કે દ્વેષ કરતા નથી. એકાકીપણે રહેતા કોઈ વન્યપશુઓથી ભય પામતા નથી. અને ક્રોધ જેવા કષાયોથી જે શાંત છે તે સ્થિતપ્રજ્ઞ છે.
[૬૪૨] ૬ઃ સર્વત્રાનમિસ્નેહ-સ્તત્તસ્રાવ શુમાણુમમ્ ।
નામિનન્નતિ 7 દ્વષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૬ ॥
મૂલાર્થ : જે યોગી સર્વત્ર સ્નેહ રહિત છે, તે શુભાશુભ વસ્તુને પામીને આનંદ પામતા નથી. તથા દ્વેષ કરતા નથી. તેમની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે તેમ જાણવું.
ભાવાર્થ : જે યોગીને જડ કે ચૈતન્ય કોઈ પણ પદાર્થમાં મારાપણાનો સ્નેહ નથી, માન અપમાનાદિમાં હર્ષ કે શોક કરતા નથી. તે સર્વ પરિસ્થિતિમાં ઉદાસીનપણે વર્તે છે તે સ્થિતપ્રજ્ઞ છે. [૬૪૪] ચવા સંદરતે પાડયું ભૂર્ભોડકાનીવ સર્વશઃ । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्टिता ॥ ६७ ॥
મૂલાર્થ : જેમ કાચબો સર્વ પ્રકારે અંગોને સંકોચે છે, તેમ યોગી જ્યારે ઇન્દ્રિયોના વિષયો થકી. ઇન્દ્રિયોનો સંહાર કરે છે ત્યારે તે મુનિની બુદ્ધિ સુપ્રતિષ્ઠિત છે તેમ જાણવું.
ભાવાર્થ : કાચબો કેવો સમજદાર પ્રાણી છે ? અન્ય શિકારી
ધ્યાન સ્વરૂપ ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org