________________
રૌદ્રધ્યાનની હારમાળા તોડવા ધર્મધ્યાન અને શુકલધ્યાન વડે તે દુષ્ટ ધ્યાનનો પરિહાર કર્યો. તથા સંયમ વડે અસંયમને નષ્ટ કર્યો. [દરૂફ] ક્ષયોપશમતઋતુ-ર્શનાવરણ વચઃ |
नश्यत्यसातसैन्यं च पुण्योदयपराक्रमात् ॥ ५८ ॥ મૂલાર્થ : ક્ષયોપશમરૂપી યોદ્ધાઓથી ચક્ષુદર્શનાવરણ વિગેરે નાશી ગયા, અને પુણ્યોદયરૂપી યોદ્ધાના પરાક્રમથી અસાતારૂપી સૈન્ય નાશ પામ્યું.
ભાવાર્થ સમ્યગુ દર્શનના ક્ષયોપશમની શુદ્ધિ દ્વારા દર્શનાવરણના સેના પ્રતિ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ નાશ પામ્યા, આવી ચિત્ત શુદ્ધિના બળે ઉત્તમ પુણ્યોદય પ્રગટ થઈ, અસાતા વેદનયના સૈન્યને નષ્ટ કર્યું. [६३६] सह द्वेषगजेन्द्रेण रागकेसरिणा तथा ।
सुतेन मोहभूपोऽपि, धर्मभूपेन हन्यते ॥ ५९ ॥ [૩૭] તતઃ પ્રાપ્ત મનના ઘર્મપાસાવતઃ |
यथा कृतार्था जायन्ते साधवो व्यवहारिणः ॥ ६० ॥ [દરૂ] વિચિન્તયેત્તથા સર્વ ધર્મધ્યાનવિધીઃ |
ईद्दगन्यदपि न्यस्तमर्थजातं यदागमे ॥ ६१ ॥ મૂલાર્થ : છેવટે દ્વેષ ગજેન્દ્ર અને રાગ કેસરી નામના બે પુત્રો સહિત મોહરાજા પણ ધર્મરાજા વડે હણાયો. પ૯
ત્યાર પછી ધર્મરાજાના પ્રસાદથી મહા આનંદને પામેલા સાધુરૂપી વ્યવહારીઆઓ જે પ્રકારે કૃતાર્થ થાય છે તે પ્રકારે ધ્યાન કરવું. ૬૦
ધર્મધ્યાનને વિષે જેની બુદ્ધિ લય પામી છે, એવા મુનિએ આ પ્રકારે ધ્યાન કરવું. અને તેવો બીજો પણ પદાર્થસમૂહ કે જે આગમને વિષે કહ્યા હોય, તેનું પણ ધ્યાન કરવું. ૬૧
ભાવાર્થ: અનાદિકાળના સંસારના પરિભ્રમણના કારણરૂપ મોહરાજાના લઘુપુત્ર દ્વેષરૂપી ગજેન્દ્ર અને જ્યેષ્ઠ પુત્ર રાગરૂપી સિંહ
નામના બે પુત્રો સહિત મોહરાજા, ધર્મરાજા (શુદ્ધ સ્વભાવરૂપ ધર્મ) વડે હણાઈને નષ્ટ ભ્રષ્ટ થઈ ગયો.
ધ્યાન સ્વરૂ૫ : ૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org