________________
સર્જાઈ. પરંતુ ધર્મરાજાના બળવાન મંત્રી સમ્યગ્દર્શને મોહરાજાના મિથ્યાર્દષ્ટિ મંત્રીને ભયંકર હાર આપી. અર્થાત યોગીએ દર્શનમોહનીય કર્મની જાળને તોડી નાખી.
[૬૩૨] નીનયવ નિન્દ્વયત્તે ષાયવરા અપિ । प्रशमादिमहायोधैः शीलेन स्मरतस्करः ॥ ५५ ॥ [૬૩૩] હાસ્યાવિષનુટા–વૃન્દ્ર વૈરાયસેનવા ।
निद्रादयश्च ताडयन्ते श्रुतोद्योगादिभिर्मटैः ॥ ५६ ॥ મૂલાર્થ : પ્રશમ વિગેરે મોટા યોદ્ધાઓએ કષાયરૂપી ચારેયને લીલામાત્ર વડે રૂંધી લીધા, અને શીલરૂપી યોદ્ધાએ કામરૂપી તસ્કર (ચોરને) રૂંધી લીધો.
વૈરાગ્યરૂપી સેનાએ હાસ્ય વિગેરે છ લૂંટારાઓને હસ્યા તથા શ્રુત ઉપયોગ વિગેરે સુભટોએ નિદ્દાદિકને તાડના આપી.
ભાવાર્થ : સમ્યગ્દર્શન નામના મંત્રીએ દર્શન મોહનીયને હાર આપી, હવે ચારિત્રમોહનીયના યોદ્ધાઓએ ક્રોધાદિ કષાયોની સામે વ્યૂહ રચ્યો.
સમ્યગ્દર્શન વડે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ જેવા અન્ય સુભટો દ્વારા ક્રોધાદિ સોળ અને હાસ્યષટક આદિ નવ ચોરટાઓને એવી હાર આપી કે તેઓ વ્યાકુળ થઈ ભાગી ગયા. અને બ્રહ્મચર્યના બળે કામરૂપી ચોરને રૂંધી લીધો. શ્રુતજ્ઞાન દ્વારા નિદ્રા આદિ ઉપર વિજ્ય મેળવ્યો. અને ધર્મયાત્રીઓએ વિઘ્નરહિત યાત્રા પૂર્ણ કરી.
[૬૩૪] મામ્યાં ધર્મગુવનામ્યા-માર્રારૌદ્ર મિથો મૌ ।
निग्रहेणेन्द्रियाणां च जीयते द्रागसंयमः ॥ ५७ ॥
મૂલાર્થ : ધર્મ અને શુકલ નામના શુભ ધ્યાનરૂપ વીરોએ આર્ત્ત અને રૌદ્ર નામના દુર્ધ્યાનરૂપ યોદ્ધાઓનો પરાજય કર્યો, તથા ઇંદ્રિયોના નિગ્રહ વડે તત્કાળ અસંયમને જીતી લીધો.
ભાવાર્થ : આમ મોહનીય કર્મના હણાવાથી ધર્મરાજાના સુભટો ઉત્સાહિત થયા. આથી તેમણે ચિત્તમાં “ અવરોધ કરતા આર્ત્ત અને
Jain Education International
૩૧૬
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org