________________
શ્વેત વસ્ત્ર જેમા ચઢાવ્યા છે. ૬૨૫
એવા તારૂપી અનુકૂળ વાયુ વડે ઉત્પન્ન થયેલા સંવેગરૂપી વેગથી વૈરાગ્યરૂપી માર્ગે પડેલું એવું જે ચારિત્રરૂપી વહાણ તેને વિષે બેઠેલા પંડિતો.
સદ્ભાવના નામની પેટીને વિષે શુભ ચિત્તરૂપી રત્નને નાખીને નિર્વિઘ્નપણે મોક્ષનગરે પહોંચે છે. ૬૨૭
ભાવાર્થ : સંસારરૂપી સમુદ્રને તરવાનો ઉપાય.
સંસારરૂપી સમુદ્ર તરવા માટે ચારિત્રરૂપી વહાણનો આશ્રય કરનાર મોક્ષનગરે પહોંચે છે. ચારિત્રરૂપી વહાણનો વૈભવ જણાવે છે. સદેવ, સતગુરુ અને સદ્ધર્મને વિષે દઢ શ્રદ્ધાનું બંધન તે સમ્યક્ત છે. જેમ વહાણ ભાંગી ન જાય તે માટે વહાણને લોઢાની પટિઓ વડે બાંધે છે. તેમ સમ્યક્ત દ્વારા ચારિત્ર બંધાય છે. શીલના આચારને અઢાર હજાર ભેદે જે પામે છે. સત્તાવન પ્રકારના સંવરના ભેદથી આશ્રવનાં છિદ્રોને પૂરે છે. જેથી નવો કર્મરૂપી જળપ્રવાહ આવતો રોકાઈ જાય છે. મનોગુપ્તિ આદિ દ્વારા ચારિત્ર રક્ષિત કર્યું છે, પંચાચારના પાલન વડે શોભતું ચારિત્ર્ય છે. ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગની ભૂમિકાવાળું છે. સંયમ દ્વારાએ કરીને શુભાશયોને કારણે રાગાદિક શત્રુઓ પરાભવ પમાડતા નથી.
જેમ વહાણની મધ્યે ઊંચાતંભ ઉપર શ્વેત ધ્વજા ફરકે છે તેમ મનના શુદ્ધ પરિણામમય ધ્વજા ચારિત્રને ચઢાવેલી છે. તપ રૂપી પવનથી કર્મરજનું હરણ કરનાર છે. તેથી સંવેગના સહાયથી ચારિત્રરૂપી વહાણ શીઘ્રગતિથી ચાલ્યું જાય છે. તેમાં બેઠેલા પંડિત પુરુષોએ જગતના જીવોને હિતકારક અનિત્યાદિ ભાવનાઓનું ધ્યાન કરવું. ધ્યાનની શ્રેણિ વડે મોક્ષારૂઢ થવું. [દર૬] વથા ર મોદપટ્ટીશે તથ્થવ્યતિરે સતિ !
संसारनाटकोच्छेदाशङ्कापकाविले मुहुः ॥ ५१ ॥ [૨૬] સતસ્વીરમદે નાવ કુદ્ધિનામા |
श्रिते दुर्नीतिनौवृन्दारुढेशेषभटान्विते ॥ ५२ ॥
૩૧૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org