________________
ઉત્પત્તિ આદિ ક્રમવાળા છે. તે આ પ્રમાણે છે.
જીવ : વર્તમાનમાં શુભાશુભ પરિણામો ઊપજે છે, વળી તે પરિણામ વિનાશ પામે છે. જીવ તો ધ્રુવ રહે છે. અથવા કર્મવશ જીવ શરીર ધારણ કરે છે, અને મૃત્યુ સમયે છોડે છે. જીવ એ જ રહે છે.
ધર્માસ્તિકાય : ગતિના સહાયરૂપ સંબંધે કરીને ઉત્પત્તિ અને લય પામે છે.
અધર્માસ્તિકાય : સ્થિતિરૂપ સંબંધે કરીને ઉત્પત્તિ અને લય પામે
આકાશ : અવગાહનના સંબંધથી ઉત્પત્તિ અને લય પામે છે.
પુદ્ગલ : પરમાણુ બે અણુ વિગેરે સંયોગ વડે તથા વર્ણાદિમાં ઉત્પત્તિ અને લયપણું પામે છે.
આ બધાં દ્રવ્યો પોતાના દ્રવ્યગુણે ધ્રુવતાવાળા છે. એ રીતે ચૌદરાજલોકના દ્રવ્યોના વસ્તુ ધર્મનું ચિંતવન કરવું, વળી આ લોક કેવો પરિવર્તનશીલ છે ? તેમાં જન્મ મરણ કરીને કંઈ મેળવવા જેવું નથી. [૬૭] વિત્તત્તત્ર સ્તરે મોસ્તાર નિર્મામ્ |
ગરુપમયે વીવમુકયો સ્વિફળ ૪૦ || મૂલાર્થ : તે લોકસંસ્થાનને વિષે પોતાના કર્મોનો કર્તા, ભોક્તા, અરૂપી, અવિનાશી અને ઉપયોગરૂપી પોતાના ઉપયોગવાળા જીવ દ્રવ્યનું ચિંતન કરવું.
ભાવાર્થ : લોકસ્થ જીવ દ્રવ્યનું ચિંતન :
આ લોકસંસ્થાનમાં જીવની મુખ્યતા છે. તે જીવ વિભાવજનિત અજ્ઞાનદશામાં કર્મનો કર્તા છે, અને ભોક્તા છે. પરંતુ સ્વભાવે કરીને નિરંજન એટલે કર્મ રહિત છે. સ્વરૂપનો કર્તા ભોક્તા છે. અસંખ્યાત પ્રદેશી એવો અવિનાશી અનુત્પન્ન છે. જ્ઞાનદર્શન ઉપયોગ સહિત, સ્વતત્વને જણાવનારું સ્વરૂપ જેનું છે તેવા જીવદ્રવ્યનું ચિંતન કરવું.
ધ્યાન સ્વરૂપ : ૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org