________________
૨. અપાય વિચય :
ભાવાર્થઃ રાગ : અનુકૂળ પદાર્થોમાં ખુશી થવું, અભિલાષા કરવી, વિગેરે સ્નેહજનિત ક્રિયાઓ.
વૈષ : અપ્રીતિ કે પ્રતિકૂળતામાંથી ઉત્પન્ન થતી દ્વેષની ક્રિયાઓ. કષાય : ક્રોધાદિથી અને તૃષ્ણાથી થતી આવેલજન્ય ક્રિયાઓ.
આવા રાગદ્વેષ અને કષાય વડે આ લોક અને પરલોક સંબંધી ઉત્પન્ન થતાં અનેક પ્રકારના કષ્ટો, તેના વડે પ્રાણીઓ દુ:ખ પામે છે તે પ્રમાણે કરૂણારસમાં તન્મય થવું, ચિંતન કરવું અપાયથી મુક્ત થવું તે અપાયનું ચિંતન છે. [६१५] ध्यायेत्कर्मविपाकं च तं तं योगानुभावजम् ।
प्रकृत्यादिचतुर्भेदं शुभाशुभविभागतः ॥ ३८ ॥ મૂલાર્થ : તે તે યોગના પ્રભાવથી ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિ આદિ ચાર પ્રકારના બંધવાળાં કર્મોના વિપાકનું શુભ અને અશુભના ભેદથી ધ્યાન કરવું. ૩. વિપાક વિચય :
ભાવાર્થ : મન વચન કાયાના યોગથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ આદિથી શુભાશુભ કર્મના ફળનું ચિંતન કરવું, તે કર્મને વશ જીવો કેવા કર્મ ભોગવે છે તેનું ચિંતન કરી વૈરાગ્ય ભાવમાં લીન થવું તે વિપાક વિચય છે. સંસારમાં જીવો ધર્મ વગર એકાંતે દુઃખ જ ભોગવે છે, જન્મ મરણને આધીનને સુખ ક્યાંથી હોય ? તેમાં ચિંતન કરવું. [६१६] उत्पादस्थितिभङ्गादिपयायैर्लक्षणैः पृथक् ।
भेदैर्नामादिभिर्लोकसंस्थानं चिन्तयेद्भुतम् ॥ ३९ ॥ મૂલાઈ : દ્રવ્યોની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ વિગેરે પર્યાયો વડે ભરેલાં લક્ષણો વડે ભિન્ન ભિન્ન સત્તાવાળા તથા ભેદ અને નામાદિકે કરીને ભરેલા લોક સંસ્થાનનું ચિંતન કરવું.
ભાવાર્થ : સંસ્થાન વિચય : આ લોક છ દ્રવ્યોથી સંપૂર્ણ વ્યાપ્ત છે. તે દરેક પદાર્થો
૩૧૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org