________________
વિગેરે આલંબનને ગ્રહણ કરીને યોગી શ્રેષ્ઠ ધર્મધ્યાનને વિષે આરોહણ કરીને શિખરે પહોંચે છે. [૧૦] માનવનામૂત-પ્રચૂરલયયોતિઃ |
ध्यानाधारोहणभ्रंशो योगिनां नोपजायते ॥ ३३ ॥ મૂલાર્થ : આલંબનને વિષે આદર કરવાથી ઉત્પન્ન થયેલાં વિઘ્નોના યોગને લીધે યોગીઓને ધ્યાનરૂપી શિખર પર આરોહણ કરતા પાત થતો નથી.
ભાવાર્થ આલંબનને વિષે અંતરંગની શ્રદ્ધા તથા વિશુદ્ધ ભાવને કારણે વિઘ્નોનો અભાવ થઈ ધ્યાનીનું શિખર પરથી પતન થતું નથી. [39] મનોરોથરિો થાનપ્રતિપત્તિનો નિને !
शेषेषु तु यथायोगं समाधानं प्रकीर्तितम् ॥ ३४ ॥ મૂલાઈ : કેવળીને વિષે મનના રોધ આદિ લઈને ધ્યાનની પ્રાપ્તિનો ક્રમ છે, અને બીજાઓને વિષે તો યથાયોગ્ય સમાધાન કહેલું છે.
ભાવાર્થ : કેવળીને મોક્ષગમન કાળે પ્રથમ બાદર મનોયોગ પછી સૂક્ષ્મ મનોયોગનો નિરોધ છે. પછી બાદર અને સૂક્ષ્મ વચનયોગનો નિરોધ છે. પછી બાદર કાયયોગનો અને અતરંગ સૂક્ષ્મ કાયયોગનો (શ્વાસ આદિ) નિરોધ કરે છે. આમ મન, વચન, કાયના વ્યાપારનો મૂળથી અભાવ થાય છે. ત્યારે ચૌદમું ગુણસ્થાનક મનાય છે. જીવ સિદ્ધ દશાને પામે છે.
પરંતુ તેથી ઊતરતી અવસ્થામાં, ગુણસ્થાનને આધારે યોગ્યતા પ્રમાણે યોગની સ્થિરતા છે તેમ કહ્યું છે. [૬૨] નાજ્ઞાપવિપાવાનાં સંસ્થાનસ્ય ચ ચિત્તાત્ | धर्मध्यानोपयुक्तानां ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥ ३५ ॥
ધર્મધ્યાનના ચાર પ્રકાર મૂલાર્થ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતવન કરવાથી ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા યોગીઓને ચાર પ્રકારે બાતવ્ય છે.
૩૦૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org