________________
ભાવાર્થ : જે મુનિઓની દશા બાનાંતર છે. ધ્યાન કરવાના વિકલ્પ વગરની શુદ્ધ ઉપયોગમય દશા છે. તેમને દેશકાળ અવસ્થાનો નિયમ નથી. વળી મુનિઓ સર્વ દેશ, કાળ અને બધી અવસ્થાઓમાં પૂર્વે કેવળજ્ઞાન પામ્યા છે. વર્તમાનમાં પામે છે, અને ભવિષ્યમાં પામશે, તેમને દેશકાળનો પ્રતિબંધ નથી. પરંતુ સર્વ કાળને વિષે યોગની સ્થિરતાની પ્રધાનતા જિનેશ્વરોએ કહ છે. અર્થાતુ દરેક યોગીને યોગમાં સમાધિ અવશ્ય હોવી જોઈએ. પૂર્ણ સમાધિ અવસ્થાયુક્ત યોગીને પ્રતિબંધ રહિત પૂર્ણ જ્ઞાન પ્રગટે છે. [૬૦] વાવના વૈવ પૃચ્છા ૨, પરીવૃત્યનુત્તિને |
क्रिया चालम्बनानीह सद्धर्मावश्यकानि च ॥ ३१ ॥ મૂલાર્થ: આ ધ્યાનના આરોહણને વિષે વાચના, પૃચ્છના, આવૃત્તિ, ચિંતના, ક્રિયા, સધ્ધર્મ, આવશ્યક એ આલંબનરૂપ છે.
ભાવાર્થ : ધ્યાનરૂપી શિખર પર ચઢવા માટે જરૂરી આલંબનો કહે છે.
વાચના = સૂત્ર તથા અર્થ ભણવા ભણાવવા. પૃચ્છા = સંશય નિવારણ માટે ગુરુજનો પાસે સમાધાન કરવું. આવૃત્તિ = પ્રથમ કરેલા અભ્યાસનું પુનરાવર્તન કરવું. ચિંતન : સૂક્ષ્મ અર્થનું પુનઃ પુનઃ મનન કરવું. ક્રિયા : સામાયિકાદિ આવશ્યક ક્રિયાઓ કરવી.
સધ્ધર્મ : ક્ષમાદિ ભાવને ધારણ કરવા. [૬૦] ગારોતિ કૃઢ વ્યા-નવનો વિષમ પ /
तथाऽऽरोहति सद्भूयानं सूत्राधालम्बनाश्रितः ॥ ३२ ॥ મૂલાર્થ : જેમ દઢ વસ્તુના આલંબનવાળો પુરુષ વિષમ સ્થાન પર આરોહણ કરે છે, તે જ પ્રમાણે સૂત્રાદિક. આલંબનને આશ્રય કરનાર યોગી, સધ્યાનપર આરૂઢ થાય છે.
ભાવાર્થ : ઊંડા કૂવામાં ખાડામાં ઊતરી ગયેલો પુરુષ મજબૂત દોરડાનું આલંબન લઈ વિષમ સ્થાનથી આરોહણ કરી ઉપર ચડે છે. તે જ પ્રમાણે બાનરૂપી શિખર પર ચઢવા માટે સૂત્રની વાચના
ધ્યાન સ્વરૂપ : ૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org