________________
[૬૦૧] અસંવતાભનો ચોળો દુઃપ્રાપ્ય કૃતિ મે મતિઃ । વશ્યાત્મનાતુ યતા, શયોડવામુમુપાવતઃ ॥ ૨૪ ॥ મૂલાર્થ : હે અર્જુન ! જેનું મન વશ પામેલું નથી તેને યોગ દુષ્પ્રાપ્ત છે. એવી મારી બુદ્ધિ છે. અને જેનું મન વશ થયેલું છે. એવો પુરુષ યત્ન વડે ઉપાયથી યોગને પામી શકે છે.
ભાવાર્થ : જેને યોગની અર્થાત ધ્યાનરૂપ મોક્ષના ઉપાયવાળા ઉપયોગની દુષ્કરતા છે, તેને મનની સ્થિરતા થતી નથી. પરંતુ જેનું મન વશ છે, તેવા પુરુષને યોગ્ય ઉપાયથી ધ્યાનયોગ પ્રાપ્ત થાય છે. [૬૦૨] સશપ્રત્યવાનૃત્યા વૈતૃખ્યાલૢ વર્ણિતઃ ।
एतच्च युज्यते सर्वं भावनाभावितात्मनि ॥ २५ ॥
મૂલાર્થ : બાહ્ય અર્થથી સમાન બોધની આવૃત્તિએ કરીને તૃષ્ણા રહિત થવાથી આ ઉપર કહેલું સર્વ ભાવનાઓએ કરીને ભાવિત આત્માને વિષે યુક્ત છે.
ભાવાર્થ : પોતાના શુદ્ધ આત્માને સાધ્ય કરીને, બોધના પરિણામથી તથા નિર્મળમતિના ઉપયોગથી વારંવાર અભ્યાસ કરવાથી અનાસક્ત યોગ પ્રગટ થાય છે. વળી ભોગાદિક તૃષ્ણારહિત એવા પુરુષને વૈરાગ્ય ભાવનાએ કરી જેનું મન વાસિત છે તેને તેવું ધ્યાન યુક્ત છે. તેમ શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે. [૬૦] સ્ત્રીપણુવત્તીવવુઃશીન-વર્મિત સ્થાનમામે ।
सदा यतानामाज्ञप्तं ध्यानकाले विशेषतः ॥ २६ ॥
મૂલાર્થ : સ્ત્રી (વિજાતીય) પશુ નપુંસક અને કુશીલ રહિત એવું સ્થાન યતિઓને માટે આગમમાં કહ્યું છે. અને ધ્યાન સમયે તો તેવું સ્થાન વિશેષે કરીને કહ્યું છે.
ભાવાર્થ : ધ્યાન કરનાર યોગીને પણ પ્રારંભમાં ધ્યાન માટે યોગ્ય સ્થાન રાખવું જોઈએ. સ્ત્રી (વિજાતીય) પશુ, નપુંસક, કે દુરાચારી મનુષ્યોના સંગ વગરનું હોવું જરૂરી છે, જેથી મનને ચંચળ થવાનાં કારણો ન મળે. કારણ કે મનમાં રહેલા જૂના સંસ્કારો બાહ્ય નિમિત મળતા જીવને અવળે માર્ગે લઈ જાય છે.
Jain Education International
ધ્યાન સ્વરૂપ :
૩૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org