________________
[५९८ ] स्थिरचित्तः किलैताभियाति ध्यानस्य योग्यताम् ।
योग्यतैव हि नान्यस्य तथा चोक्तं परैरपि ॥ २१ ॥ મૂલાર્થ : સ્થિર ચિત્તવાળો પુરુષ જ આ ભાવનાઓ વડે ધ્યાનની યોગ્યતા પામે છે. બીજાની યોગ્યતા જ નથી. તેમ અન્ય દર્શનીઓ પણ માને છે.
ભાવાર્થ : જ્ઞાનાદિ ભાવના વડે નિશ્ચળ મનની ધારણાવાળો ધ્યાતા ધ્યાનને માટે સમર્થ છે. આવી ભાવના રહિત જીવ ઉત્તમ ધ્યાનની યોગ્યતાવાળો નથી. અંતે ધ્યાતા ધ્યાન અને ધ્યેયની સમાપત્તિ થાય છે.
[૧૧] ચગ્નનં હિ મનઃ ધૂળ ! પ્રમાથિ વનવવું દૃઢમ્ । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ २२ ॥ મૂલાર્થ : હે કૃષ્ણ ! મન મથન કરનારા સૈન્યની જેમ અત્યંત ચંચળ છે, તેનો નિગ્રહ કરવો એ વાયુના નિગ્રહ કરતાં પણ દુષ્કર છે, એમ હું માનું છું. ભાવાર્થ : શ્રીકૃષ્ણ મન એવું ચંચળ છે કે સ્વભાવ, રુચિ અને ધર્મનું વિલોપન કરાવી નાંખે તેવા સૈન્યની જેમ ગાઢ અનુબંધ કરાવે તેવું છે. તે મનને વશ કરવું તે પવનને વશ કરવા જેવું દુષ્કર છે. હે અર્જુન ! આ પ્રમાણે હું માનું છું.
=
[૬૦૦] સંશયં મહાવાહો ! મનો ટુર્નિપ્રદં વતમ્ ।
अभ्यासेन तु कान्तेय ! वैराग्येण च गृह्यते ॥ २३ ॥ મૂલાર્થ : શ્રીકૃષ્ણ કહે છે. હે મહાબાહો અર્જુન ! ખરેખર ચંચળ એવું મન નિગ્રહ થઈ શકે તેવું નથી. પરંતુ અભ્યાસે તથા વૈરાગ્યે કરીને મન વશ કરી શકાય છે.
ભાવાર્થ : હે મહાબાહો અર્જુન ! એ વાત તો સંદેહરહિત છે કે ચપળ એવું મન મહાકટે કરીને વશ થાય તેવું છે. તેને વશ કરવા વારંવાર શુદ્ધ મનને જાણવું. શ્રવણ કરવું, મનન કરવું, એમ અભ્યાસે કરીને, અને તેમાં પણ જો સંસાર પ્રત્યે વૈરાગ્યની પ્રબળતા હોય તો મન વશ થઈ શકે છે. મનનો નિગ્રહ કરવાનું સાધન આત્મજ્ઞાન છે અને તે ગુરુકૃપા વડે સુલભ છે.
Jain Education International
૩૦૪
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org