________________
[५९६] ज्ञात्वा धम्यं ततो ध्यायेचतस्त्रस्तत्र भावनाः ।
ज्ञानदर्शनचारित्रवैराग्याख्याः प्रकीर्तिताः ॥ १९ ॥ મૂલાર્થ : ઉપર પ્રમાણે ધ્યાનને યોગ્ય સાધનો વિગેરેની યોજના કરી પછી ધર્મધ્યાન ધ્યાવવું. તેને વિષે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાઓ કહી છે.
ભાવાર્થ જ્ઞાનઃ નિરંતર શ્રુતજ્ઞાનના અભ્યાસમાં તત્પર રહેવાથી તે પુરુષ જગતના સાર તત્ત્વને જાણે છે. માટે જ્ઞાન ભાવના વડે ભાવિત થવું.
દર્શન : શુદ્ધ દર્શનનાં લક્ષણો પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય વડે સ્થિરતા, તે દર્શનભાવના.
ચારિત્ર : પૂર્વે કરેલાં કર્મોનું ક્ષીણ થવું, અને નવાં કર્મોનું અગ્રહણ તે ચારિત્રથી થાય છે, તેવી ચારિત્રભાવના.
વૈરાગ્ય : વિષયના સંગ રહિત, સાત ભયથી નિર્ભય, આલોક કે પરલોકના સુખોની આકાંક્ષા રહિત તે વૈરાગ્યભાવના.
આ ભાવનાઓનું સેવન કરનાર મોક્ષને પ્રાપ્ત કરે છે. [५९७] निश्चलत्वमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् ।
___सङ्गाशंसाभयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ २० ॥
મૂલાર્થ : નિશ્ચળપણું, અસંમોહ, પૂર્વકર્મની નિર્જરા, સંગની આશંસાનો અને ભયનો નાશ, એ ચાર ભાવનાઓના અનુક્રમે ફળ જાણવાં.
ભાવાર્થ : જ્ઞાનભાવનાનાં ફળસ્વરૂપે નિશ્ચળપણું છે, ધ્યાન સમયે ઉપસર્ગ થાય તો જ્ઞાનની ભાવના વડે નિશ્ચળપણું ટકે છે.
દર્શન ભાવનાના ફળસ્વરૂપે સૂક્ષ્મ ઉપયોગમાં શંકા રહિત બનેલો છે અન્ય દેવાદિની માયામાં પણ મોહ થતો નથી તે દર્શન ભાવનાનું ફળ છે.
ચારિત્રભાવના : ફળસ્વરૂપે પૂર્વિત કર્મની તપાદિ વડે નિર્જરા થાય છે.
વૈરાગ્ય ભાવના : ફળસ્વરૂપે રાગાદિકનો, ભય અને દેહના મમત્વનો ત્યાગ થાય છે.
ધ્યાન સ્વરૂપ : ૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org