________________
અન્ય પ્રાણી જીવતા રહે પણ તેની ચામડી, નખ વિગેરે ઉતારી લેવા. વળી જીવનો ઘાત કર્યા પછી હર્ષ પામવો, નિર્દયતા વડે હિંસાદિ કરવાં, આવાં પાપ કરીને પણ પશ્ચાત્તાપ ન થવો, વળી અન્યને દુઃખી જોઈ હર્ષ પામવો, આ રૌદ્રધ્યાનના પ્રકાર છે. તેનું પરિણામ નરકના અત્યંત કારમાં દુઃખો દીર્ઘકાળ સુધી ભોગવવા પડે છે. [५९४] अप्रशस्ते इमे ध्याने दुरन्ते चिरसंस्तुते ।
प्रशस्तं तु कृताभ्यासो ध्यानमारोढुमर्हति ॥ १७ ॥ મૂલાર્થ : આ બે ધ્યાન દૂરત અને ચિરકાળના પરિચિત છે, અને અપ્રશસ્ત છે, તેથી અભ્યાસ કરીને પ્રશસ્ત ધ્યાનમાં આરૂઢ થવું. તે યોગ્ય છે.
ભાવાર્થ : આર્ત અને રૌદ્રધ્યાન મહાદુઃખે કરીને અંત આવે તેવા અને વળી ચિરકાળના આત્મા સાથે પરિચિત છે. તે બંને ધ્યાન જીવને મલિન કરનારા હોઈ અપ્રશસ્ત - ખોટાં છે. ફળ સ્વરૂપે દુર્ગતિમાં લઈ જનારાં છે માટે તે બંનેનો ત્યાગ કરી પ્રશસ્ત - શુભ ધ્યાનમાં રહેવા પ્રયત્ન કરવો. [५९५] भावना देशकालौ च स्वासनालम्बनक्रमान् ।
ध्यातव्यध्यात्रनुप्रेक्षा लेश्यालिङ्गफलानि च ॥१८॥ મૂલાર્થ : ભાવના, દેશકાળ, આસન, આલંબન, ધ્યાન કરવા યોગ્ય, ધ્યાન કરનાર, અનુપ્રેક્ષા, વેશ્યાલિંગ અને ફળ એ સર્વેને જાણીને ધર્મધ્યાન કરવું.
ભાવાર્થ : જ્ઞાન દર્શનાદિ આત્મગુણની ભાવના કરવી. ધ્યાન કરવા યોગ્ય એકાંત સ્થળ, પદ્માસન જેવું સ્થિર આસન, જે શુદ્ધ તત્ત્વનું આલંબન હોય તે. મનનો વિરોધ કરવાનો ક્રમ, ધ્યાનને અનુરૂપ જિનાજ્ઞા, ધ્યાન કરનાર સાધક, ધ્યાન પછી ચિત્તનો સ્વસ્થતામાં ટકવા માટે અનિત્યાદિ ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી. શુભ લેશ્યાયુક્ત તે ભાવનાઓના ફળ સ્વરૂપે સ્વર્ગ કે મોક્ષની પ્રાપ્તિ માટે સાધકે ધર્મધ્યાન અને શુકલધ્યાનને સેવવા યોગ્ય છે.
૩૦૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org