________________
કરો કરવા જેવું છે, તમે આવા કાર્યો કરીને યશ કે ધન મેળવ્યું તે સારું કર્યું છે એમ ખુશામત કરે. આમ પોતે કુકર્મ આચરે, બીજા પાસે કરાવે, અને કરનારને અનુમોદન આપે, તે સર્વે દુર્ગતિ પામે છે.
ભાઈ તને કર્મની વિચિત્રતા ખબર છે ? કરનારને કરાવનારને અને અનુમોદન કરનારને તે સમાનભાવે ન્યાય આપી દુઃખદાયક સરખાં ફળ આપે છે. તારે કાર્ય કરવું છે તો સુકૃત્ય કરી લે. ચિત્તવૃત્તિને સુધારી લે, નહીં તો આવો સંસ્કાર પાંચમા ગુણસ્થાનક સુધી જીવને ઠગે છે. [५९१] कापोतनीलकृष्णानां लेश्यानामत्र सम्भवः ।
___ अतिसंक्लिष्टरुपाणां कर्मणां परिणामतः ॥ १४ ॥
મૂલાર્થ: આ રૌદ્રધ્યાનને વિષે અતિ સંકલેશવાળાં કર્મોના પરિણામને લીધે કાપોત, નીલ અને કૃષ્ણ એ ત્રણ લેશ્યાઓ હોય
ભાવાર્થ : જ્ઞાનાવરણાદિ અતિ મલિન સ્વભાવવાળાં કર્મોનાં પરિણામને લીધે રૌદ્રધ્યાનીને કાપોત, નીલ અને કૃષ્ણ ત્રણે વેશ્યા હોય છે. [५९२] उत्सनबहुदोषत्वं नानामारणदोषता ।
हिंसादिषु प्रवृत्तिश्च कृत्वाऽधं स्मयमानता ॥ १५ ॥ [५९३] निर्दयत्वाननुशयौ बहुमानः परापदि ।
लिङ्गान्यत्रेत्यदो धीरेस्त्याज्यं नरकदुःखदम् ॥ १६ ॥ મૂલાર્થઃ ઉત્સત્ર દોષપણું, બહુ દોષપણું, નાના પ્રકારના દોષ મારણ દોષપણુ, હિંસાદિકને વિષે પ્રવૃત્તિ તથા પાપ કરીને હર્ષ પામવાપણું, નિર્દયપણું, પશ્ચાત્તાપનો અભાવ, અને બીજાની આપત્તિમાં હર્ષ આ રૌદ્રધ્યાનનાં ચિન્હો છે.
ભાવાર્થ ઃ ઉત્સન્ન = ઉપશમ નહીં પામેલા જીવને હિંસાદિકમાં એક દોષનો પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ દોષ છે.
હિંસાદિ અનેક કાર્યોમાં અનેક વાર પ્રવૃત્તિનો દોષ, તે પ્રમાણે
ધ્યાન સ્વરૂપ : ૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org