________________
ધર્માદિ, આત્માર્થને વિષે વિમુખ છે. જિનેશ્વર આજ્ઞાથી અજ્ઞાન હોવાથી તે પ્રત્યે તેની સન્મુખતા નથી. જિનવાણીને વિષે તીવ્ર જિજ્ઞાસા નથી, આવા અનેક પ્રકારના દોષોયુક્ત તે આર્તધ્યાનને વિષે પ્રવર્તે છે. અર્થાત્ પ્રમાદ એ મનુષ્યનો મહાન શત્રુ છે. અનેક પ્રકારના દોષોની યુક્ત પ્રમાદ આર્તધ્યાનનો સબળ હેતુ છે. તેથી શીઘ્રતાએ ત્યજવા યોગ્ય છે.
[૬૭] પ્રમત્તાન્તમુળસ્થાનાનુરાત તમહાત્મના |
सर्वप्रमादमूलत्वात्त्याज्यं तिर्यग्गतिप्रदम् ॥ १० ॥
મૂલાર્થ ઃ પ્રમત્ત ગુણસ્થાનના અંત સુધી રહેનારું અને તિર્યંચની ગતિને આપનારું આ આર્તધ્યાન સર્વ પ્રમાદનું મૂળ છે, તેથી મહાત્માએ ત્યજવા લાયક છે.
ભાવાર્થ : સંસારનો ત્યાગ કરનારા સર્વવિરતિ સાધુજનોને પણ ધર્મ આરાધનમાં જરૂરી ઉપકરણો, શિષ્યાદિ વિષે ચિંતા જેવું આર્તધ્યાન હોય છે. પ્રથમ ગુણસ્થાનથી છઠ્ઠાના અંત સુધી રહેવાવાળું આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે. અર્થાત્ આ દુર્ધ્યાન પૃથ્વીકાયથી માંડીને તિર્યંચ પંચેન્દ્રિય સુધીની ગતિ આપનારું છે. તેથી ઉત્તમ મુમુક્ષુઓએ તેનો ત્યાગ કરવો.
[५८८] निर्दयं वधबन्धादिचिन्तनं निबिडक्रुधा । पिशुनासभ्यमिध्यावाक्, प्रणिधानं च मायया ॥ ११ ॥ [५८९] चौर्य्यधीर्निरपेक्षस्य तीव्रक्रोधाकुलस्य च । सर्वाभिशङ्काकलुषं चितं च धनरक्षणे ॥ १२ ॥
૯૪ાકાર
મૂલાર્થ : અત્યંત ક્રોધવડે કરીને નિર્દય રીતે બીજા પ્રત્યે વધ, બંધન વિગેરેનું ચિંતવવું. તે પ્રથમ રૌદ્રધ્યાન તથા માયા વડે કરીને પિશુન, અસભ્ય, અને મિથ્યાવાણીનું જે મણિધાન, તે બીજું રૌદ્રધ્યાન.
અપેક્ષારહિત અને તીવ્ર ક્રોધે કરીને આકુળવ્યાકુળ એવા પુરુષને જે ચોરીની બુદ્ધિ તે રૌદ્રધ્યાન અને ધનના રક્ષણને વિષે સર્વ ઉપર શંકાએ કરીને મલિન એવું જે ચિત્ત તે ચોથું રૌદ્રધ્યાન.
ધ્યાન સ્વરૂપ : ૨૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org