________________
રૂદન : કઠોર કંઠવડે મોટેથી રૂદન કરવું.
શોક : ઇષ્ટ વસ્તુના વિયોગમાં નિરંતર ચિંતાતૂર રહેવું. પરિદેવન : દિનતાભર્યાં વચનો બોલી અન્યને શોક ઉપજાવવો. તાડન : દુ:ખથી વ્યાકુળ થઈ માથાં ફૂટવાં.
કૂંચન : અતિ આવેગથી માથાના વાળ ખેંચવા તોડવા. આ પ્રકારે હૃદયમાં રહેલા આવેગભર્યા આર્તધ્યાનનાં આ સર્વે લક્ષણો
છે.
(ઇષ્ટ વિયોગ પોતાના પૂર્વ પ્રારબ્ધથી થાય છે, તેમ વિચારી સમતામાં રહેવા પ્રયત્ન કરવાથી આર્તધ્યાન શમે છે) [५८५ ] मोघं निन्दन्निजं कृत्यं प्रशंसन्परसम्पदः ।
વિસ્મિતઃ પ્રાર્થયનેતાઃ પ્રસવતશ્વેતવર્ણને | ૬ ||
મૂલાર્થ : પોતાના નિષ્ફળ થયેલા કૃત્યની નિંદા કરે, બીજાની સંપત્તિની પ્રશંસા કરે, વિસ્મય પામીને તે સંપત્તિઓની પ્રાર્થના કરે. તથા તેને મેળવવા માટે આસક્ત થાય.
-
ભાવાર્થ : વ્યાપાર કે કોઈ કળા વિગેરેમાં નિષ્ફળ થવાથી તેવા કાર્યની વ્યર્થ નિંદા કરે, સાંસારિક સંપત્તિની પ્રશંસા કરે, તેની અભિલાષા રાખે. તે મેળવવા માટે અત્યંત આસક્ત હોય તેવા લક્ષણવાળાને આર્તધ્યાની કહ્યો છે.
[५८६ ] प्रमत्तश्चेन्द्रियार्थेषु गृद्धो धर्मपराङ्मुखः । जिनोक्तमपुरस्कुवन्नार्तध्याने प्रवर्तते ॥ ९ ॥
મૂલાર્થ ઃ પ્રમત્ત, ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપ, ધર્મને વિષે વિમુખ તથા જિનાજ્ઞાનો અસ્વીકાર કરનાર આર્તધ્યાનમાં પ્રવર્તે છે. પ્રમત્ત, પોતાના હિતનો પ્રમાદી, ઇન્દ્રિયોના વિષયોનો આકાંક્ષી, ધર્મથી વિમુખ રહી, જિનાજ્ઞાને સ્વીકારતો ન હોય તે જાણે અજાણે પણ આર્તધ્યાની જાણવો.
ભાવાર્થ : પ્રમત્તઃ પ્રમાદ) પ્રમાદ એ વાસ્તવમાં ધર્મને વિષેનો અનાદર છે, આત્મહિતને વિષે અશ્રદ્ધાન અને અરૂચિ છે. અને તેથી વિપરીત ઇન્દ્રિયાદિના વિવિધ વિષયોને વિષે આસક્ત છે.
Jain Education International
૨૯૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org