________________
આ ત્રણે કાળના પ્રકાર પ્રથમ આર્તધ્યાનના છે. તેમાં ષ ભાવની મુખ્યતા છે.
૨. રોગના સંયોગ વિયોગની ચિન્તા ઃ રોગથી ઉત્પન્ન થયેલી પીડામાં તેના પ્રતિકાર કરવા વ્યાકુળ થવું, તે રોગ ક્યારે દૂર થશે તેની વારંવાર ચિંતા કરવી, અને દૂર થયા પછી તે પુનઃ ન થાય તેની ચિંતા, વળી રોગ દૂર થયો તે સારું થયું તેવું વિચાર્યા કરવું. આમાં દ્વેષભાવની મુખ્યતા છે.
૩. ઇષ્ટ સંયોગ વિયોગ ચિંતા : પ્રાપ્ત થયેલા સુખદ વિષયોનો વિયોગ ન થાય તે ચિંતવવું તથા તે વિષયો પ્રાપ્ત કરવા પુનઃ પુનઃ સતત ઉદ્યમ કરવો જેમાં રાગભાવની મુખ્યતા છે.
૪. નિદાનચિંતા : તપ, સંયમરૂપ ઉત્તમ કાર્યના બદલામાં દેવેન્દ્રાદિકની રિદ્ધિ કે ભૌતિક સુખની પ્રાર્થના કે ઈચ્છા કરવી આ ચિંતામાં મોહભાવની મલિનતા છે.
હવે આર્તધ્યાનમાં લેશ્યા બતાવે છે. [५८३] कापोतनीलकृष्णानां लेश्यानामत्र सम्भवः ।
अनतिक्लिष्टभावानां कर्मणां परिणामतः ॥ ६ ॥ મૂલાર્થ ? આ આર્તધ્યાનીને વિષે જેનો ભાવ અતિ કિલષ્ટ નથી, એવા કર્મના પરિણામને લીધે કાપોત, નીલ અને કૃષ્ણ લેશ્યાનો સંભવ છે.
ભાવાર્થ : રૌદ્રધ્યાનની અપેક્ષાએ આર્તધ્યાનીના પરિણામ અતિ લેશવાળા તીવ્ર હોતા નથી. બંને ધ્યાનવાળાની લેગ્યા તો અશુભ જ છે. પરંતુ આર્તધ્યાનીની વેશ્યા તે અપેક્ષાએ મંદ પરિણામવાળી
[५८४] क्रन्दनं रुदनं प्रोचैः शोचनं परिदेवनम् ।
___ ताडनं लुञ्चनं चेति लिङ्गान्यस्य विदुर्बुधाः ॥ ७ ॥
મૂલાર્થ : કંદન, રૂદન, મોટેથી શોક પરિદેવન, તાડન અને લૂચન આ આર્તધ્યાનીના ચિન્હો છે.
ભાવાર્થ : કંદન શોકાતુર થઈને અશ્રુપાત કરવો.
ધ્યાન સ્વરૂપ : ૨૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org