________________
ધ્યાનના અધિકારી ગૃહસ્થ પણ જો સંયમી હોય તો થઈ શકે. [५८०] आर्तं रौद्रं च धर्मं च शुक्लं चेति चतुर्विधम् ।
તત ટુ મેવ ડી ડી વાર મવમોક્ષયોઃ + રૂ મૂલાર્થ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ચાર પ્રકારનું ધ્યાન કહેવાય છે તેને વિષે બે બે ભેદ અનુક્રમે ભવ અને મોક્ષના કારણભૂત છે.
ભાવાર્થ : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે ભવના કારણભૂત છે. તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે મોક્ષના કારણભૂત છે. તે દરેક ધ્યાનના ચાર પ્રકાર છે, તે જણાવે છે. આર્ત અને રૌદ્રધ્યાન જીવને ભવભ્રમણ કરાવે છે તેથી તે ત્યાજ્ય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન ઉપસવા યોગ્ય છે. [५८१] शब्दादीनामनिष्टानां वियोगासम्प्रयोगयोः ।।
चिन्तनं वेदनायाश्च व्याकुलत्वमुपेयुषः ॥ ४ ॥ [५८२] इष्टानां प्रणिधानं च सम्प्रयोगावियोगयोः ।
निदानचिन्तनं पापमार्त्तमित्थं चतुर्विधम् ॥ ५ ॥ મૂલાર્થ : અનિષ્ટ એવા શબ્દાદિક વિષયોનો વિયોગ અને અસંપ્રયોગ (અપ્રાપ્તિ)નું ચિંતન (૧)તથા વેદનાથી વ્યાકુળપણું પામેલાનું જે ચિંતન, ૨. ઈષ્ટ પદાર્થની અપ્રાપ્તનો સંયોગ અને અવિયોગ, ૩. અને નિયાણાનું ચિતવન. ૪. આ પ્રમાણે દુષ્ટ આર્તધ્યાન ચાર પ્રકારનું છે.
૧. અનિષ્ટ સંયોગ વિયોગ ચિંતા : અનિચ્છનિય - પ્રતિકૂળ એવા શબ્દાદિક વિષયો જો પ્રાપ્ત થયા હોય તો તે ક્યારે ટળી જાય અને હું તેનાથી દૂર થાઉં એની ચિંતા તે આર્તધ્યાન છે, આ ચિંતા વર્તમાન કાળની છે.
અનિષ્ટ શબ્દાદિ વિષયો હજી પ્રાપ્ત થયા નથી પણ તે પ્રાપ્ત થઈ જાય તો તેના સંયોગના દુઃખની ચિંતા, આ ચિંતા ભવિષ્યકાળની છે. અનિષ્ટનો વિયોગ થતાં “હાશ' થવી કે મને ભૂતકાળમાં આવો વિયોગ નથી થયો અને ભવિષ્યકાળમાં થશે પણ નહીં એમ વિચારવું બંને કાળને માટે છે.
૨૯૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org