________________
પ્રબંધ પમો
ધ્યાન સ્વરૂપ
[૭૪] સ્થિરમધ્યવસાનું પતુ તર્ધ્યાનું, વિત્તસ્થિમ્ । भावना, चाप्यनुप्रेक्षा चिन्ता वा तत्त्रिधा मतम् ॥ १ ॥ મૂલાર્થ : જે સ્થિર ચિત્ત છે, તેને ધ્યાન સમજવું. અને જે અસ્થિર ચિત્ત છે, તેને ભાવના અથવા અનુપ્રેક્ષા કે ચિંતા સમજવી. એ પ્રમાણે અસ્થિર ચિત્તના ત્રણ પ્રકાર છે.
ભાવાર્થ : સ્થિર ચિત્તઃ તે ધ્યાનનો પ્રકાર છે. નિશ્ચિત ધ્યેયમાં પરિણામની અત્યંત સ્થિરતા તે ધ્યાન છે.
આ ઉપરાંત સ્થિર ચિત્તની અપેક્ષાએ જ્યાં વિકલ્પ છે તેને અસ્થિર ચિત્ત કહે છે. તે ત્રણ પ્રકાર છે.
અધિકાર ૧૬મો
૧. અસ્થિર ચિત્તઃ અનિત્યાદિ ભાવનાનું ચિંતન કરવામાં વિષયનું જે બદલવું થાય છે, તેને અસ્થિરચિત્ત કહે છે.
૨. અનુપ્રેક્ષા : અનિત્યાદિ ભાવનાના અભ્યાસમાં ભ્રષ્ટ થતાં ચિત્તને પુનઃ પાછું વાળી જોડવું તે.
૩. ચિંતા ઃ શરીર ધન, વિષયાદિકમાં મનને નિરંતર જોડેલું રાખવું તે.
[ ५७९] मुहूर्तान्तर्भवेद्धयानमेकार्थे मनसः स्थितिः । वह्यर्थसङ्क्रमे दीर्घाऽप्यच्छिना ध्यानसन्ततिः ॥ २ ॥
મૂલાર્થ : મનની એક આલંબનને વિષે અંતમુહૂર્ત સુધી જે સ્થિતિ તે ધ્યાન છે. અને ઘણા આલંબનના સંક્રમને વિષે લાંબી અને અવિચ્છિન્ન એવી જે સ્થિતિ તે ધ્યાન શ્રેણી છે.
ભાવાર્થ : ચિત્તની એક જ આલંબનને વિષે અંતમુહૂર્તની સ્થિતિને ધ્યાન કહે છે, કારણ કે છદ્મસ્થનો ઉપયોગ તેથી વિશેષ સ્થિર રહેતો નથી.
પરંતુ અલગ અલગ આલંબનને ગ્રહણ કરી દીર્ઘ કાળ સુધીની નિરંતર ધ્યાનવાળી સ્થિતિ તે ધ્યાનની પરંપરારૂપ શ્રેણી છે. આ
ધ્યાન સ્વરૂપ : ૨૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org