________________
S
કરો
ધાણ
થઇ
BE:
હતી
શુદ્ધધ્યાન એ અધ્યાત્મસાધનાનું સાધ્ય છે. સંસારથી મુક્ત થવાનું સર્વોત્કૃષ્ટ સાધન છે. મોહનિદ્રાથી મુક્ત અને વૈરાગ્ય વાસિત સાધક જ ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શુક્લધ્યાન પર આરૂઢ થઈ શકે છે. એવા શુદ્ધધ્યાનનો આરાધક ઘાતી કર્મનો નાશ કરી પૂર્ણજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
ધ્યાન એ ક્રિયા નથી. અંતરંગ શુદ્ધ અવસ્થા છે. સામાન્યતઃ ધ્યાનનો અર્થ એ છે કે શુદ્ધ અવલંબનમાં ચિત્તને એકાગ્ર કરવું. જીવ જેનું ધ્યાન ધરે છે, જેનું લક્ષ્ય કરે છે, તેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
મન:શુદ્ધિનું પરિણામ વૈરાગ્ય છે, વૈરાગ્યની ફળશ્રુતિ જ્ઞાનયોગ છે. જ્ઞાનયોગયુક્ત સાધક સહેજે ધ્યાનમાં આરૂઢ થાય છે. અન્ય પદાર્થોના વિકલ્પોનું શમન થાય છે. મોહનીયના ઉદયવાળા અધ્યવસાયોનું શાંત થઈ જવું, અને સૂક્ષ્મ તત્ત્વોના ચિતનમાં મનને સ્થિર કરવું તે નિર્વિકલ્પ ધ્યાન છે. છબસ્થ આરાધકને અંતર્મુહૂર્ત સુધી આ ધ્યાન રહે છે. પછી ચિંતાનો વિષય બદલાય છે, તેવી દશામાં વધુ સમય પણ સાધક ધ્યાનનું આરાધન કરી શકે છે.
બાન અનેક પ્રકારના છે. તેમાં શાસ્ત્રકારોએ મુખ્ય ચાર ભેદ કહ્યા છે. ૧. આર્તધ્યાન : જે દુર્બાન છે. દુર્ગતિનું કારણ છે. હેય છે. ૨. રૌદ્રધ્યાન : જે દુર્બાન છે. અધોગતિનું કારણ છે. હેય છે. ૩. ધર્મધ્યાન : જે શુભ ધ્યાન છે. શુભગતિનું કારણ છે, ઉપાદેય છે. ૪. શુકલધ્યાન : જે શુદ્ધ ધ્યાન છે. પંચમગતિનું કારણ છે. ઉપાદેય છે.
સામાન્ય રીતે સંસારીભાવવાળા જીવો આર્ત અને રૌદ્ર ધ્યાનવાળા છે. તેમનું ધ્યાન નિરંતર જગતના પદાર્થો મેળવવા તેની ચિંતા કરવી અને દુષ્ટ પરિણામ સેવવા પ્રત્યે હોય છે. જોકે અવિરતિ અને દેશવિરતિ સમ્યગુદૃષ્ટિ સાધકોને આર્ત અને રૌદ્ર ધ્યાન હોવા
ધ્યાન સ્વરૂપ : ૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org