________________
ભાવાર્થ : નિર્ભય = મરણાદિક સર્વ ભયથી રહિત, સ્થિર = દેહના અવયવની નિશ્ચલતા છે એવો, જેણે નાસિકાના અગ્રભાગે દેષ્ટિ સ્થિર કરી છે, વ્રતઃ = નિવૃત્તિને ધારણ કરી છે, ધ્યાનને અનુરૂપ સુખાસનવાળો, જેનું મુખ પરમાત્મામાં લીન થવાથી પ્રસન્ન છે. અને સ્થિર દૃષ્ટિવાળો છે તે મુનિ જ્ઞાનયોગી છે.
દેહના (મધ્ય) કટિપ્રદેશને, મસ્તક તથા ગ્રીવાને સીધી રેખામાં રાખતો, દાંતને અસ્પર્શ રાખીને, બંને ઓષ્ઠ જેના મળેલા છે, તેવો તત્ત્વચિંતનવાળો છે,
આર્તરૌદ્ર જેવા દુર્ગાનથી રહિત, ધર્મધ્યાન અને શુકલધ્યાનને વિષે જેણે બુદ્ધિને જોડી છે. વિષય, કષાયના રાગાદિક ભાવરૂપ પ્રમાદથી રહિત શુભધ્યાનને વિષે તલ્લીન છે તે મુનિ જ્ઞાનયોગી છે. [૭૭] વાયા સમધ્યસ્થ જ્ઞાનયોકાસ માહિતઃ |
ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥ ८३ ॥ મૂલાર્થ : કર્મયોગનો અભ્યાસ કરીને જ્ઞાનયોગમાં સાવધાન થઈને ત્યાર પછી ધ્યાનયોગમાં આરૂઢ થઈ તે મુક્તિયોગને પામે છે.
ભાવાર્થ કર્મયોગ = તપ સંયમ વિગેરે ક્રિયારૂપને શુદ્ધપણે વારંવાર આચારી કર્મયોગને સિદ્ધ કરી, ત્યાર પછી જ્ઞાનયોગને વિષે સાવધાન થઈ આત્મભાવમાં સ્થિર થાય, ત્યાર પછી ધ્યાનયોગમાં મોક્ષના ઉપાય પર આરૂઢ થઈને મુનિ ધર્મધ્યાનાદિકમાં અતિ નિપુણ થઈ મુક્તિયોગને પ્રાપ્ત કરે છે. અર્થાત્ યોગનો નિરોધ કરી શૈલેશી (અત્યંત દેઢ) અવસ્થામાં જઈ અસંગ યોગને પામી તે સિદ્ધ થાય છે.
મુમુક્ષુ આ ક્રમનું ઉલ્લંઘન કરતો નથી પણ કર્મયોગ દ્વારા અભ્યાસ કરે છે. જ્ઞાનયોગ દ્વારા સમતામાં આવે છે, અને ધ્યાનયોગ દ્વારા ક્ષપક શ્રેણિએ આરૂઢ થઈ સિદ્ધ સ્વરૂપને પામે છે. આવો ક્રમ તીર્થંકરાદિએ કહ્યો છે.
યોગ અધિકાર પૂર્ણ.
૨૯૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org