________________
[૭૦] નિજ્ઞાસાઽપિ સત્તાં ચાચ્યા, યત્પપિવવત્ત્તવઃ । जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥ ७६ ॥
મૂલાર્થ : સત્પુરુષોને જિજ્ઞાસા પણ યોગ્ય છે, કેમ કે બીજાઓ પણ આ પ્રમાણે કહે છે, કે યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મનું ઉલ્લંઘન કરે છે.
ભાવાર્થ : સાચો યોગજિજ્ઞાસુ યોગની દિશામાં પ્રગતિ કરે છે જ્યારે શુષ્ક જ્ઞાની અટકી જાય છે. અર્થાત્ યોગી કેવળ શાસ્રના શબ્દોને જ વળગી રહેતો નથી પણ યોગનું આરાધન કરે છે. મોક્ષમાર્ગને અનુસરતા પરિણામ તે યોગ છે, તેના વડે મોક્ષ પ્રગટ થાય છે. પરંતુ કેવળ શાસ્ત્રાર્થ વડે મોક્ષને જાણતો શુષ્ક જ્ઞાની સ્વયં મોક્ષસ્વરૂપે પ્રગટ થતો નથી.
[५७१] आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी चेति चतुर्विद्याः । उपसकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषतः ॥ ७७ ॥
મૂલાથે : આર્ટ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ઉપાસકો છે. તેમાં વસ્તુના વિશેષને લીધે પહેલા ત્રણ ઉપાસકો ધન્ય પ્રધાન છે.
=
ભાવાર્થ : આર્ત વસ્તુતત્ત્વને જાણવાની અતુરતાવાળો. જિજ્ઞાસુ વસ્તુતત્ત્વને જાણવાની ઉત્કટ ઇચ્છાવાળો. અર્થાર્થી તત્ત્વનાપરમાર્થના અંતને જાણવાનો અર્થી. જ્ઞાની = સારી રીતે તત્ત્વનો નિર્ણય કરનાર આ ચાર પ્રકારના આરાધકોમાં પ્રથમના ત્રણ પ્રકારના આરાધકો ધન્ય છે. જેઓને ફક્ત પરમાર્થની જ સેવના છે. ચોથા પ્રકારનો જ્ઞાનયોગવાળો શ્રેષ્ઠ છે. કારણ કે મોક્ષમાર્ગમાં જ પ્રવર્તે
છે.
=
[૭૨] જ્ઞાની તુ શાવિક્ષેપો નિત્યવિવિશિષ્યતે ।
अत्यासन्नो ह्यसौ भर्तुरन्तरात्मा सदाशयः ॥ ७८ ॥ મૂલાર્થ : જ્ઞાની શાંત, વિક્ષેપવાળો અને નિત્ય ભક્તિવાળો એવા વિશેષણવાળો હોય છે, કારણ કે તે અંતરાત્મા રૂપ, રૂડા આશયવાળો અને તેથી કરીને બ્રહ્મની અત્યંત સમીપે રહેલો છે.
Jain Education International
૨૯૦
અધ્યાત્મસાર
=
For Private & Personal Use Only
www.jainelibrary.org