________________
ભાવાર્થ : અવિદ્યા આદિ પૂર્વે કહેલા ઘણા પ્રકારના વિચિત્ર ભેદો બુદ્ધિમાન યોગીઓ માટે વ્યર્થ છે. કારણ કે તે તે દર્શનવાદીઓ કોઈ એક જ વસ્તુના ધર્મને ગ્રહણ કરનાર છે, તેથી વસ્તુના સ્વરૂપનો યોગ્ય નિર્ણય થતો નથી કારણ કે વસ્તુનું સ્વરૂપ અનેક ધર્મવાળું છે. અને તે વિધાનો અપેક્ષિત હોય છે. [५६८] ततोऽस्थानप्रयासोऽयं यत्तभेदनिरुपणम् ।
सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ॥ ७४ ॥ મૂલાર્થ ઃ તેથી કરીને જે તેના ભેદનું નિરૂપણ કરવું તે અયોગ્ય પ્રયાસ છે. કારણ કે અનુમાનનો વિષય સામાન્ય કહેલો છે. * ભાવાર્થ ઃ બુદ્ધ, અહંનું આદિ દેવતત્ત્વ અતિન્દ્રિય વસ્તુ છે, તેથી ઈશ્વરનું અનુમાન કે પ્રમાણનો વિષય સામાન્ય બને છે, તેથી તેમાં વિશેષ પ્રકારનો બોધ થઈ શકતો નથી. વિશેષનો નિર્ધાર સર્વજ્ઞથી થઈ શકે. માટે તે તે ભેદનું નિરૂપણ વ્યર્થ છે. [५६९] सङ्क्षिप्तरुचिजिज्ञासोर्विशेषानवलम्बनम् ।
चारिसज्जीवनीचार-ज्ञातादत्रोपयुज्यते ॥ ७५ ॥ મૂલાર્થ : સંક્ષિપ્ત રૂચિવાળા જિજ્ઞાસુને જે વિશેષનું અવલંબન ન કરવું તે અહીં ચારાને વિષે સંજીવની ઔષધિને ચરવારૂપ ઉદાહરણ કરીને યોગ્ય છે. - ભાવાર્થ : સંક્ષિપ્ત રુચિથી ઈશ્વરતત્ત્વને જાણવાવાળા મુમુક્ષુ સર્વજ્ઞ દેવનું અવલંબન ન કરે અને સામાન્ય દેવોને પૂજે તો કાળક્રમે તેઓ ચારિસંજીવનીના ન્યાયે માર્ગ પામે તેવી સંભાવના બતાવે છે.
દષ્ટાંત: પતિને વશ કરવાની વિદ્યા વડે બળદપણું પામેલા તે પતિને સ્ત્રી વનમાં ચરવા લઈ જતી, ચારો ચરતા તે બળદને સઘળી વનસ્પતિમાંથી જરૂરી ઔષધિ પણ આહારમાં આવી ગઈ, અને તેથી પતિ બળદ મટી પુરુષ થયો, તે પ્રમાણે ભક્તિ વડે દેવ સામાન્યની પૂજા, તે દેવને સર્વજ્ઞ માની કરે તો પણ તેની યોગ્યતા થતાં તેને પરંપરાએ સર્વજ્ઞનું અવલંબન પ્રાપ્ત થાય છે.
યોગસ્વરૂપ : ૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org