________________
ભાવાર્થ : આ જ્ઞાનયોગની શ્રેષ્ઠતા સર્વોત્કૃષ્ટ છે કારણ કે જ્ઞાનયોગની ફળશ્રુતિ એ છે કે આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. આત્માની આરાધનારૂપ આ જ્ઞાનયોગમાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય તથા જ્ઞાતા, જ્ઞાન અને શેયની સમાપત્તિ - એકતા સધાય
[૪] ઉપાસના માવતી સર્વોપ ગરીયસી |
महापापक्षयकरी तथा चोक्तं परैरपि ॥ ६० ॥ મૂલાર્થ ભગવાનની ઉપાસના સર્વથકી મોટી છે, તથા મહાપાપનો ક્ષય કરનારી છે, તે વિષે અન્યદર્શનીઓ પણ કહે છે.
ભાવાર્થ : પરમાત્મા સાથેની આ અભેદ ઉપાસના સર્વ તપસ્યાદિ યોગો કરતાં પણ શ્રેષ્ઠ છે, કારણ કે અભેદરૂપ આ ભગવતી ઉપાસના જ સર્વ કર્મોનો સર્વથા ક્ષય કરવાવાળી છે. તે ઉપાસના સર્વ યોગોથી સાધ્ય એવા મોક્ષનું સાધન છે. ગીતામાં પણ કહ્યું
[५५५] योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
શ્રદ્ધાવાન મનાતે યો માંસ કે યુવતતમો મતઃ || ૬૧ // મૂલાર્થ : સર્વયોગીઓમાં શ્રદ્ધાવાન મારામાં રહેલા અંતરાત્માએ કરીને મને ભજે છે, તેને મેં અત્યંત યોગ્ય માન્યો છે.
ભાવાર્થ : જ્ઞાનયોગ સાથે ભક્તિની - ઉપાસનાની વિશેષતા બતાવે છે. મોક્ષાર્થી અંતરાત્માએ કરીને મને આત્મભાવે ભજે છે, તેને મેં યોગ્ય માન્યો છે. કારણ કે ભક્તિની ફળશ્રુતિ જ શુદ્ધ જ્ઞાનદશા છે. [५५६] उपास्ते ज्ञानवान् देवं यो निरज्जनमव्ययम् ।
स तु तन्मयतां याति ध्याननिधूतकमलषः ॥ ६२ ॥ મૂલાર્થ : જે જ્ઞાની પુરુષ નિરંજન અને અવ્યય (નાશરહિત) દેવની ઉપાસના કરે છે, તે ધ્યાનવડે પાપનો નાશ કરીને તે દેવસ્વરૂપ થાય છે.
ભાવાર્થ : જે શુદ્ધ જ્ઞાનયોગ સહિત પરમજ્ઞાન યુક્ત પરમાત્માની
૨૮૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org