________________
ભાવાર્થઃ અધ્યાત્મનું માહાસ્ય પ્રારંભમાં દર્શાવેલું છે, તેમાં મુખ્યતઃ જ્ઞાનયોગ છે, કારણ કે ભગવાને લોકસાર ગ્રંથને વિષે કર્મના બંધથી મુક્ત થવાનું કહ્યું છે, તેમાં જ્ઞાનયોગની મુખ્યતા કહી છે, આ જ્ઞાનયોગ શુદ્ધ ઉપયોગમય છે. માટે સર્વોત્કૃષ્ટ છે. [५५१] उपयोगैकसारत्वादाश्वसंमोहबोधतः ।
मोक्षाप्तेयुज्यते चैतत्तथा चोक्तं परैरपि ॥ ५७ ॥ મૂલાર્થ : ઉપયોગરૂપી અદ્વિતીય પ્રધાન હોવાથી મોહ રહિત શીધ્ર બોધકારક હોવાથી અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર હોવાથી આ અધ્યાત્મયુક્ત છે, તે વિષે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે.
ભાવાર્થ : અધ્યાત્મ ઉપયોગરૂપ અનન્ય હોવાથી, વળી નિર્મોહ સ્વરૂપ શીધ્ર બોધદાયક હોવાથી મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. મોક્ષનાં સાધનોમાં અધ્યાત્મની મુખ્યતા યુક્તિયુક્ત છે. તેવું અન્ય દર્શનીઓ પણ કહે છે. [५५२] तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽप्यधिको मतः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ! ॥ ५८ ॥ મૂલાર્થઃ યોગી તપસ્વી થકી અધિક છે, પંડિતો થકી પણ અધિક માનેલો છે, તથા ક્રિયાકાંડ કરનારાઓ થકી પણ યોગી અધિક છે. તેથી કરીને હે અર્જુન ! તું યોગી થા (ગીતા)
ભાવાર્થ : ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને પણ આ જ બોધ આપ્યો છે : હે અર્જુન ! તું જ્ઞાનયોગી થા કારણ કે દીર્ઘકાળના તપસ્વી કરતાં પણ જ્ઞાનયોગી શ્રેષ્ઠ છે. પૂર્વોક્ત શ્લોકમાં જ્ઞાનયોગીનું સ્વરૂપ જણાવ્યું છે, તેથી કરીને યજ્ઞ આદિ ક્રિયાઓ કરનાર કરતાં પણ જ્ઞાનયોગી શ્રેષ્ઠ છે. [५५३] समापत्तिरिहव्यक्तमात्मनः परमात्मनि ।
अभेदोपासनारुपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥ ५९ ॥ મૂલાર્થ: આ જ્ઞાનયોગમાં વર્તતા આત્માને પરમાત્માને વિષે સ્પષ્ટ રીતે એકતાની પ્રાપ્તિ થશે. તેથી આ અભેદ ઉપાસનારૂપ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે.
યોગસ્વરૂપ : ૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org