________________
ત્યજીને લોકોત્તર માર્ગને અનુસરનાર ધ્યાનયોગી છે, જે શુદ્ધ ચારિત્રને આરાધે છે. [५४८] लब्धान्कामान् बहिष्कुर्वनकुर्वन्बहुरुपताम् ।
स्फारीकुर्वन्परं चक्षुरपरं च निमीलयन् ॥ ५४ ॥ મૂલાર્થ: પ્રાપ્ત કામ-ભોગોને દૂર કરતો, બહુરૂપીપણાને નહીં કરતો, ઉત્કૃષ્ટ ચક્ષુને વિકસ્વર કરતો, અને અન્ય નેત્રને બંધ કરતો.
ભાવાર્થ : પ્રારંભમાં કઠિન પરિણામે અમૃત જેવો જ્ઞાનયોગ ધરાવનારનું અતુલ બળ જુઓ. તે જ્ઞાનયોગી પ્રાપ્ત થયેલા સુખભોગોને પણ સ્પર્શતો નથી. વળી સ્થિર ચિત્તવાળા હોવાથી ક્ષણમાં રૂe ક્ષણમાં તુષ્ટ થતો નથી. ક્ષણમાં રાગી ક્ષણમાં વિરાગી, ક્ષણમાં મૌની કે ક્ષણમાં ધ્યાની એવા વિવિધ રૂપ કરતો નથી. કેવળ જ્ઞાનાનંદમાં જ તેમની રમણતા છે. - જ્ઞાનયોગી જગતસ્વરૂપને ચર્મચક્ષુથી જોતા નથી તે જોવા માટે તેમના શુદ્ધ અંતરચક્ષુ પર્યાપ્ત હોય છે તે અંતરચક્ષુ વડે આત્મા વિશુદ્ધભાવોનો આનંદ માણતા તેમાં જ લય પામે છે. તેમને જગતના પ્રપંચો સ્પર્શતા નથી. [५४९] पश्यत्रन्तर्गतान्भावान् पूर्णभावमुपागतः ।
भुजानोऽध्यात्मसाम्राज्यमवशिष्टं न पश्यति ॥ ५५ ॥ મૂલાર્થ : આત્માની અંદરના પદાર્થને જોતો, પૂર્ણભાવને પ્રાપ્ત થયેલો અને અધ્યાત્મરૂપી સામ્રાજ્યને ભોગવતો જ્ઞાની બીજું કંઈ જોતો નથી.
ભાવાર્થ : આત્માના અંતરંગ ગુણોની વૃદ્ધિને જોતા પૂર્ણભાવને પ્રાપ્ત થયેલા અધ્યાત્મરૂપી ઐશ્વર્યને ભોગવતા જ્ઞાનયોગી અન્ય પ્રયોજનથી મુક્ત હોય છે. [ફફ0] શ્રેષ્ઠો હિ જ્ઞાનયોડયમથ્યાત્મજ્જૈવ યો |
बन्धप्रमोक्षं भगवान् लोकसारे सुनिश्चितम् ॥ ५६ ॥ મૂલાર્થ : અધ્યાત્મને વિષે આ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાને લોકસારને વિષે નિશ્ચિત એવા બંધના મોક્ષને કહેલો છે.
૨૮૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org