________________
[५४५] लोकसंज्ञाविनिर्मुक्तो मिथ्याचारप्रपञ्चहृत् ।
उल्लसत्कण्डकस्थानः परेण परमाश्रितः ॥ ५१ ॥ મૂલાર્થ : લોકસંજ્ઞાથી મુક્ત થયેલો, મિથ્યા આચારના વિસ્તારને હરણ કરનારો. કંડકના સ્થાનોને ઉલ્લાસ પમાડનારો. ઉત્કૃષ્ટ યોગ વડે ઉત્કૃષ્ટદશાને પામેલો.
ભાવાર્થ: આ જ્ઞાનયોગી સામાન્ય જનોના પ્રપંચાદિથી મુક્ત, લોક મેળા જેવા પ્રકારોથી દૂર રહેનારા, મિથ્યા આચારથી મુક્ત થનારો છે, તે કેવળ શુદ્ધ સંયમના અધ્યવસાયોની સઉલ્લાસ વૃદ્ધિ કરનારા ઉત્કૃષ્ટ યોગ વડે ઉજ્વળ આત્મભાવને પામે છે. [५४६] श्रद्धावानाज्ञया युक्तः शस्त्रातीतो यशस्त्रवान् ।
તો રેવું નિર્વેદમનિટૂનુતપરાક્રમઃ | ફરે છે મૂલાર્થ : તથા શ્રદ્ધાવાન જિનેશ્વરની આજ્ઞાથી યુક્ત, શસ્ત્રને ઉલ્લંઘન કરનારો, શસ્ત્ર રહિત, પુદ્ગલિક પદાર્થોને વિષે નિર્વેદને પામેલો અને આત્મવીર્યને નહીં ગોપવનારો છે.
ભાવાર્થ : આ જ્ઞાનયોગીનું સામર્થ્ય કહે છે, તે મોક્ષમાર્ગને વિષે અનન્ય શ્રદ્ધાવાન, જિન આજ્ઞામાં કુશળ, અશુભ અધ્યવસાયરૂપ ભાવશસ્ત્રથી રહિત. અને તમામ ભૌતિક સાધનોના સુખને વિષે ઉદાસીન, ધર્મમાર્ગમાં અપૂર્વ આત્મબળને વિકસાવનારા છે. આવા જ્ઞાનયોગીનું સ્વરૂપ વચનાતીત છે. જ્યાં મતિની કોઈ ગુંજાવશ નથી. [૪૭] નિશ્ચિતવMો ધ્યાનનિપાન્ચનગ્રંગઃ |
प्रतिस्रोतोऽनुगत्वेन लोकोत्तरचरित्रभृत् ॥ ५३ ॥ મૂલાર્થઃ તથા દંડને દૂર કરનાર, ધ્યાનરૂપી અગ્નિવડે પાપરૂપ કાષ્ઠ સમૂહને દગ્ધ કરનાર, અને લોક પ્રવાહથી ઊલટા પ્રવાહને અનુસરવાવડે લોકોત્તર ચારિત્રને ધારણ કરનાર,
ભાવાર્થ : મન વચન કાયાના યોગ વડે થતા અનર્થ દંડને દૂર કરનાર અર્થાત્ આર્ત અને રોદ્રધ્યાનથી દૂર રહી. ધર્મધ્યાન અને શુકલધ્યાન વડે પાપરૂપ કર્મોનો ભસ્મ કરનાર, લૌકિક પ્રવાહને
યોગસ્વરૂપ : ૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org