________________
મૂલાર્થ : જ્ઞાનયોગી અતીત વૃતાંતનું સ્મરણ કરતા નથી અનાગતની ઇચ્છા કરતા નથી. તથા શીત-ઉષ્ણ, સુખ-દુઃખ અને માન-અપમાનને વિષે તુલ્ય હોય છે.
ભાવાર્થ : આત્મસ્વરૂપમાં રમણતા છે એવા જ્ઞાનયોગીઓને ભૂતકાળના સુખોનું સ્મરણ સતાવતું નથી. ભાવિ સુખોના સ્વપ્નનું સેવન નથી. અને વર્તમાનમાં શીત-ઉષ્ણમાં ઈષ્ટ અનિષ્ટ જોતા નથી. આહારાદિના સુખ કે રહેઠાણ વિગેરેમાં દુઃખને જાણતા નથી. વળી માન-અપમાન તેમને સમાન છે. આવા મુનિ અધ્યાત્મ સામ્રાજ્યના સમ્રાટ છે. [५४३] जितेन्द्रियो जितक्रोधो मानमायानुपद्रुतः ।
તમસંસ્પર્શહિતો, વેવેવિવર્ણિતઃ + ૪૨ મૂલાર્થ ઇન્દ્રિયોને જીતનારા, ક્રોધને જીતનારા, માન તથા માયા વડે ઉપદ્રવ નહીં પામેલા, લોભના સ્પર્શ રહિત તથા વેદના ખેદથી રહિત.
ભાવાર્થ : અધ્યાત્મયોગી કેવા હોય ?
ઇન્દ્રિયોના વિજેતા, કામદેવનું દમન કરનારા, મોક્ષમાર્ગે સીધા જનાર છે. આવા જ્ઞાનયોગી જ સ્વરૂપને સુખને માણી શકે છે. ક્રોધનું શમન કરનારા, માનને નમાવનારા, માયાથી દૂર રહેનારા, લોભને ગાળનારા, વેદ-કામભોગ પ્રત્યે ખેડવાળા. [५४४] सनिरुद्र्यात्मनात्मानं स्थितः स्वकृतकर्मभित् ।
हटप्रयत्नोपरतः सहजाचारसेवनात् ॥ ५० ॥ મૂલાર્થ : આત્માને આત્મા વડે રૂંધીને રહેલો, પોતે કરેલાં કર્મોને ભેદનારો. અને સહજ આચારને સેવવા વડે બળાત્કારના પ્રયત્નથી નિવૃત્તિ પામેલો.
ભાવાર્થ : શુદ્ધ ઉપયોગરૂપ આત્મા વડે જ આત્માને આત્મામાં જ લય પમાડનાર, છતાં પૂર્વ સંચિત કર્મ ઉદયમાં આવે તો તેને નષ્ટ કરનાર, ઇન્દ્રિયોના વિષયો પર બળાત્કાર નહીં, પરંતુ સહજપણે વિષયોને વશ કર્યા છે, તથા કંઈ કદાગ્રહ જેને વિષે રહ્યો નથી તેવા તે જ્ઞાન યોગીઓ છે.
૨૮૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org