________________
પોતાના આત્મ તુલ્ય દૃષ્ટિ છે, તે જ્ઞાની, પંડિત કે જીવન મુક્ત હોય છે, આ ભવમાં કર્મબંધ રહિત થઈ નિશ્વળ એવા પરમાત્મરૂપ બ્રહ્મને પામે છે. સાંખ્ય વિગેરે દર્શનીઓ પણ આમ કહે છે. [૩૭] વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મળે ગવિ જ્ઞસ્તિનિ ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ ४३ ॥ મૂલાર્થ : પંડિત પુરુષો વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણ ઉપર, ગાય, હાથી, કૂતરા કે ચંડાળ ઉપર સર્વત્ર સમર્દષ્ટિવાળા હોય છે.
ભાવાર્થ : શાસ્ત્રને વિષે વિદ્વતાવાળા, પૂજ્ય પ્રત્યે વિનયવાળા બ્રાહ્મણ ઉપર જ્ઞાની પુરુષો સમાનભાવ રાખે છે, એ ઉપરાંત ગાય વિગેરે પશુઓ કે ચાંડાળ જેવા નીચગોત્રી ઉપર પણ સમવૃત્તિ રાખે છે. અર્થાત્ કરુણાયુક્ત દૃષ્ટિ રાખે છે.
[ક] દેવ તર્ણિતઃ સર્વો ચેમાં સાથે સ્થિતં મનઃ ।
निर्दोषं हि सम ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ॥ ४४ ॥ મૂલાર્થ : જેઓનું મન સમતાને વિષે રહેલું છે, તેઓએ આ જન્મને વિષે જ સંસારને જીત્યો છે, કારણ કે બ્રહ્મ એ નિર્દોષ અને સમરૂપ છે. તેથી તેઓ બ્રહ્મને વિષે જ રહેલા છે. તેમ જાણવું.
ભાવાર્થ : મૃત્યુલોકમાં વસીને પણ જેમનું મન સમતામાં સ્થાપન થયેલું છે, તેમણે આ જન્મમાં જ સંસાર જીતી લીધો છે. બ્રહ્મ અર્થાત્ ચૈતન્ય સર્વત્ર નિર્દોષ અને સમ છે, આથી યોગીઓને સર્વત્ર સમત્વનો સાક્ષાત્કાર થાય છે. માટે મુમુક્ષુએ સમતાને વિષે સ્થિતિ કરવી.
[ ५३९] न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् । स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविब्रह्मणि स्थितः ॥ ४५ ॥
મૂલાર્થ : બ્રહ્મને વિષે રહેલા સ્થિર બુદ્ધિવાળા અને સંમોહ રહિત જ્ઞાની પ્રિય વસ્તુની પ્રાપ્તિમાં હર્ષ પામતા નથી અને અપ્રિય વસ્તુની પ્રાપ્તિમાં ઉદ્વેગ કરતા નથી.
Jain Education International
૨૭૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org