________________
[५३४] इतश्चापूर्वविज्ञानाच्चिदानन्दविनोदिनः ।
ચોતિષ્મત્તો ભવતે જ્ઞાનનિર્દૂતાત્મષા . ૪૦ || મૂલાર્થ ? ત્યારપછી અપૂર્વ વિજ્ઞાનથી ચિદાનંદના વિનોદવાળા તે યોગીઓ જ્ઞાનવડે પાપનો નાશ કરીને અનુક્રમે કેવળજ્ઞાનને પામે
ભાવાર્થ તત્ત્વદષ્ટિથી લોકસ્વરૂપને જાણતા જ્ઞાની ઉત્તરોત્તર જ્ઞાન સ્વરૂપ અત્યંતર ક્રિયાવડે પોતાના સચિત્ આનંદસ્વરૂપમાં રમણ કરે છે. વળી શુદ્ધ જ્ઞાનબોધવડે શેષ પાપકર્મનો નાશ કરી સર્વથા કર્મજ રહિત થઈ કેવળજ્ઞાન પામે છે. જ્ઞાનયોગની એ ફળશ્રુતિ
[५३५] तेजोलेश्याविवृद्धिर्या पर्यायक्रमवृद्धितः ।
માષિતા મવાલી મૂતી યુતિ | 89 | મૂલાર્થ જે તેજોલેશ્યાની વૃદ્ધિ પર્યાયના ક્રમની વૃદ્ધિથી ભગવતી વિગેરે સૂત્રોને વિષે કહેલી છે, તે આવા પ્રકારના યોગીઓને જ યુક્ત છે.
ભાવાર્થ : જ્ઞાનીયોગીને ચારિત્રની શુદ્ધિના ક્રમથી જ્ઞાન તથા લબ્ધિ આદિના પરિણામની સમૃદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તથા શુભ પ્રકારની લેગ્યા પણ આવા યોગીઓને જ ઘટે છે. ભગવતી વિગેરે શાસ્ત્રોમાં આવા વિધાનો કરવામાં આવ્યાં છે. જ્ઞાનીયોગી અસંગ ભાવે રહેલા હોવાથી તેજલેશ્યાદિ લબ્ધિઓ છતાં તેનો ઉપયોગ કરતાં નથી. [५३६] विषमेऽपि समेक्षी यः स ज्ञानी स च पण्डितः ।।
जीवन्मुक्तः स्थिरं ब्रह्म तथा चोक्तं परैरपि ॥ ४२ ॥ મૂલાર્થ : જે વિષયને વિષે પણ સમદષ્ટિવાળા હોય છે, તે જ જ્ઞાની પંડિત, અને તે જ જીવનમુક્ત કહેવાય છે, તે જ સ્થિર બ્રહ્મને પામે છે. અન્ય દર્શનીઓ પણ આમ કહે છે.
ભાવાર્થ : કર્મની વિચિત્રતાથી જાતિ, કૂળ, રૂપ, વિદ્યા, બુદ્ધિ કે અન્ય વડે હીનાધિક પ્રાણીઓ પ્રત્યે પણ જેને સમદષ્ટિ છે,
યોગસ્વરૂપ : ૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org