________________
મૂલાર્થ : કર્મને વિષે અકર્મ માનેલું છે. અથવા અકર્મને વિષે કર્મને માનેલું છે, તે બંને આ કર્મયોગને વિષે માનેલા છે. અથવા તે બંને માનેલા નથી. કારણ કે ભંગ (ભેદનું) વિચિત્રપણું છે. તેથી અકર્મને વિષે પણ માનેલા નથી.
જ પ્રકાર નથી, ભેદ છે. અર્થાત્
ભાવાર્થ : જૈનમત પ્રમાણે ક્રિયાયોગના બે મનુષ્યના અધ્યવસાયની વિચિત્રતાથી તેના ઘણા યોગના અસંખ્ય ભેદ છે. જીવના અધ્યવસાયના આધારે કર્મ અને અકર્મના ભેદ પડે છે. જ્ઞાનયોગી કર્મ કરવા છતાં અસંગ અકર્મને પ્રગટ કરે છે. અને ભોગી નિષ્ક્રિય હોય છતાં કર્મને બાંધનારો છે.
[૮૨] જર્મનર્મવૈષમ્યમુવાસીનો વિમાવયનું |
ज्ञानी न लिप्यते भोगैः पद्मपत्रमिवाम्भसा ॥ ३५ ॥ મૂલાર્થ : ઉદાસી જ્ઞાની કર્મયોગ અને જ્ઞાનયોગની વિષમતા જાણીને જળ કમળના પત્રની જેમ ભોગથી લેપાતા નથી.
ભાવાર્થ : જ્ઞાનયોગ કે કર્મયોગમાં પણ અવસ્થાઓની વિચિત્રતા હોય છે. કેવળ બાહ્ય ચેષ્ટાથી કોઈની વૃત્તિ જાણી ન શકાય. આથી જેને જગતના પ્રપંચ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે તેવો જ્ઞાની બંને યોગની વિષમતા જાણીને સ્વયં જળકમળવત્ રહી ભોગથી લેપાતો નથી.
[૨૦] પાપાળમાત્રાદ્ધિ, મૈં મૌન વિવિવિત્સયા ।
-
અનન્યપરમાત્માયાત્, જ્ઞાનયોગી મવેમુનિઃ ॥ ૩૬ ॥
મૂલાર્થ : કેવળ પાપકર્મ ન કરવાથી વિચિકિત્સાને લીધે મુનિપણું કહેવાતું નથી. પરંતુ અત્યંત ઉત્કૃષ્ટ સમતા થકી જ્ઞાનયોગી મુનિ કહેવાય છે.
ભાવાર્થ : કેવળ બહારમાં અશુભકર્મ ન કરવાથી મુનિપણું કહેવાતું નથી, સ્વરૂપનો નિર્ણય કરવામાં સંદેહ હોય તો તે પણ મુનિપણું નથી જેનામાં અત્યંત સમતા છે તે મુનિપણું છે, જેને પદાર્થનો યથાર્થ નિર્ણય થયો છે તે મુનિ છે.
યોગરૂપ : 9.00
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org