________________
મૂલાર્થ : તે યાગાદિક કર્મયોગ છતાં પણ ફળના સંકલ્પનો ત્યાગ કરવાથી અથવા તો બ્રહ્મના બોધથી સંન્યાસ થઈ શકતો નથી. કારણ કે તે સ્વરૂપથી જ સાવદ્ય છે.
ભાવાર્થ: યાગાદિક એટલે યજ્ઞ આદિ કોઈ પણ કર્મયોગ ભલે સાંસારિક સુખના ફળની આકાંક્ષા વગરના હોય તો પણ તેમાં મનની નિર્મળતા થતી નથી. જગતની સ્થિતિરૂપ કેવળ બ્રહ્મની માન્યતાથી સંન્યાસ થતો નથી. કારણ કે યાગાદિક ક્રિયાઓ પ્રગટપણે જ સાવદ્ય હોવાથી તે બ્રહ્મજ્ઞાન કે મન:શુદ્ધિનો હેતુ બનતી નથી. [५२४] नो चेदित्थं भवेच्छुद्धिोहिंसादेरपि स्फुटा ।।
__श्येनाद्वा वेदविहिताद्विशेषानुपलक्षणात् ॥ ३० ॥
મૂલાર્થ ? જો એમ ન હોય તો ગોહિંસાદિક થકી પણ પ્રગટ રીતે મનશુદ્ધિ થશે. અથવા વેદમાં કહેલા શ્યનયાગથકી પણ મનઃશુદ્ધિ થશે. કારણ કે તે બંનેમાં કોઈ વિશેષ ભેદ નથી.
ભાવાર્થ : જો યજ્ઞમાં બકરાના બલિ જેવા કાર્યોથી મન: શુદ્ધિ થાય તો ગોવધથી પણ મનઃશુદ્ધિ થાય. પરંતુ ગોવધ તો ત્યાજ્ય મનાયો છે. વળી વેદમાં કહેલા શ્વેનાગ - (શત્રુવધ) કે જે લેષયુક્ત છે તેનાથી મનઃશુદ્ધિ કહી છે, તે કેવી રીતે થાય ? આમ વેદવિહિત કે વેદરહિત યજ્ઞમાં હિંસાદિ વિષે કંઈ અંતર જણાતું નથી. તો પછી તેનાથી ચિત્તદોષનો સંન્યાસ (ત્યાગ) સંભવ નથી, અર્થાત્ ચિત્ત શુદ્ધિ સંભવ નથી. [ફરફ] સાવધે વર્મ નો સ્માર્ચ યુદ્ધવિર્ણવત્ |
વર્ગોયાતે મિત્રસાવન છે રૂ9 || મૂલાર્થ ઃ તેથી કરીને બુદ્ધિમાં વિપર્યાસ થાય છે. માટે સાવદ્ય કર્મ ગ્રહણ કરવા લાયક નથી. કદાચ કર્મના ઉદયથી આવું સાવદ્ય કર્મ પ્રાપ્ત થયું હોય તો તેમાં સંકલ્પ ન હોવાને લીધે તે પાપબંધક નથી.
ભાવાર્થ ઃ આમ જોવાથી બુદ્ધિનો જ વિપર્યાસ જણાય છે, માટે ધર્મક્રિયાને નામે સાવદ્ય ક્રિયા કરવા યોગ્ય નથી. કોઈ નિકાચિત
યોગસ્વરૂપ : ૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org