________________
મૂલાર્થ : તેથી કરીને પ્રથમ સુશ્રાદ્ધના આચરણનો સ્પર્શ કર્યા પછી દુઃખે કરીને પાળી શકાય તેવા સાધુના આચારને ગ્રહણ કરવાનું જિનેશ્વરોએ કહેલું છે.
ભાવાર્થ : જ્ઞાન અને ક્રિયામાર્ગનો અન્યોન્ય લોપ ન થાય એટલા માટે ગૃહસ્થ શ્રાવકને માટે દેશવિરતિ કહ્યું છે, ત્યારપછી દેઢતાપૂર્વક, ઘણા કરે સાધ્ય થઈ શકે તેવો સાધુધર્મનો ક્રમ બતાવ્યો છે. મોટા ભાગે આવો ઉત્સર્ગમાર્ગ યોગ્યતાવાળો છે.
[૧૨૧] દેશેન સંવૃત્ત, ર્મ ચાર્વભૂમિમ્ ।
રોષોત્ઝેવાં તત્ત્વાર્દ, જ્ઞાનયોગપ્રવૃદ્ધયે ॥ ૨૭ ॥
મૂલાર્થ : પૂર્વ ભૂમિકારૂપ જે કર્મ એકના ઉદ્દેશે કરીને કર્યુ હોય, તે કર્મ દોષનો નાશ કરીને જ્ઞાનયોગની વૃદ્ધિને માટે થાય
છે.
ભાવાર્થ : પૂર્વ ભૂમિકારૂપ સ્થૂલ આરંભની નિવૃત્તિના માટે ગ્રહણ કરેલું દેશવિરતિ વ્રત કષાયોને ક્ષીણ કરવાવાળું છે, તે સર્વવિરતિ પ્રત્યે જવામાં સહકારી છે, વિશેષ પ્રકારે કામક્રોધાદિનો નાશ થવાથી જ્ઞાનયોગની વૃદ્ધિ થાય છે.
[૨૨] અજ્ઞાનિનાં તુ યર્ન, મૈં તશ્ચિત્તશોધનમ્ । यागादेरतथाभावात् म्लेच्छादिकृतकर्मवत् ॥ २८ ॥
મૂલાર્થ : અજ્ઞાનીજનોનું જે કર્મ છે, તેથી ચિત્તની શુદ્ધિ થતી નથી. કારણ કે મ્લેચ્છ વિગેરેએ કરેલા કર્મની જેમ યજ્ઞાદિક ક્રિયાઓ કરવાથી તથાપ્રકારનો ભાવ થતો નથી.
ભાવાર્થ : અજ્ઞજનો અર્થાત્ મિથ્યાજ્ઞાનયુક્ત મિથ્યાદર્શનીઓ જે યજ્ઞ કરવા કરાવવાની ક્રિયા કરે છે તેનાથી ચિત્તશુદ્ધિ થતી નથી. વળી તે યજ્ઞમાં હિંસાયુક્ત ક્રિયા હોવાથી, અહિંસાભાવના અભાવે સમતાથી જે પરિણામ થવો જોઈએ તે થતો નથી, તેથી નિર્જરા પણ થતી નથી. ઉલટાનો પાપનો જ લેપ થાય છે.
[૨૩] ૧ ૨ તર્મયોગેઽષિ તસઙ્ગત્યવર્ધનમ્ । संन्यासो ब्रह्मबोधाद्धा, सावद्यत्वात्स्वरूपतः ॥ २९ ॥
Jain Education International
૨૭૨
:
અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org