________________
સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવાવાળા જ્ઞાન, તથા તેના પુનઃપુનઃ અવલોકનથી થતી હોય તો તેમાં જ્ઞાનયોગનું ઉલ્લંઘન થતું નથી. તેનો કર્મયોગ પણ જ્ઞાનયોગને પામે છે, મનનો નિરોધ થઈ ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. પરિણામે મુનિ અક્ષય એવા મોક્ષપદને પામે છે. [५१५] अभ्यासे सक्रियापेक्षा, योगिनां चित्तशुद्धये ।।
ज्ञानपाके शमस्यैव, यत्परैरप्यदः स्मृतम् ॥ २१ ॥ મૂલાર્થ : યોગીઓને અભ્યાસકાળે ચિત્તની શુદ્ધિ માટે સક્રિયાની અપેક્ષા છે. અને જ્ઞાનના પરિપાકને વિષે કેવળ શમની અપેક્ષા છે, તે વિષે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે.
ભાવાર્થ : હજી અપ્રમત્તદશાની પરિપક્વતા નથી તેવા યોગીઓને અભ્યાસકાળે ગિનની શુદ્ધિ માટે આવશ્યકાદિ રાગાદિને રોકવાવાળી સક્રિયાની આવશ્યકતા છે, અને જ્યારે જ્ઞાનદશા પ્રાપ્ત થાય ત્યારે તેવી ક્રિયાની અપેક્ષા રહેતી નથી. કારણ કે સૂક્ષ્મ સૂક્ષ્મતર અર્થને પ્રહણ કરવાની શક્તિ આત્માના ઉપયોગમાં પ્રાપ્ત થઈ છે, ત્યારે કેવળ ઇન્દ્રિયોના - મનના શમનની જ અપેક્ષા છે, જે જ્ઞાનયોગથી સિદ્ધ છે.
તે માટે ભગવતગીતામાં વ્યાસાદિકે પણ કહ્યું છે કે – [५१६] आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारुढस्य तस्यैव शमः कारणमुच्यते ॥ २२ ॥ મૂલાર્થ : યોગને આરોહણ કરતા મુનિને તે તે યોગનું કારણ કર્મ કહેવાય છે, અને યોગને આરૂઢ થયેલા તે જ મુનિને સમતારૂપ કારણ કહેવાય છે.
ભાવાર્થ : ચિત્તશુદ્ધિરૂપ યોગને વિષે આરોહણ કરવા ઇચ્છતા સાધક મુનિને સક્રિયારૂપ કર્મ જરૂરી છે. જ્યારે એ ચિત્તશુદ્ધિ યોગ સિદ્ધ થાય પછી કર્મયોગથી જે શમની (શાંત થવાની) પ્રાપ્તિ થઈ છે, તે શમની આવશ્યકતા છે. (બાનાદિક) યોગારૂઢ આત્માના સંકલ્પોનો સંપૂર્ણ નાશ થયો નથી. તેનું કેવળ શમન કર્યું છે. તે સંકલ્પો પુનઃ જાગૃત ન થાય તે માટે તેમને સમતા જ સાધન
૨૭૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org