________________
પર ચડ ઊતર કરવી. થોડી વાર ચઢ – ઊતર કરીને પિશાચ થાકીને વશ થયો.
આ પ્રમાણે યોગીએ નિરંતર સૂક્ષ્મતત્ત્વના ચિંતનમાં રહીને મનને જોડવાથી તે વશ થાય છે. તે મન ઘડીકમાં બહાર જશે પરંતુ વારંવાર સૂક્ષ્મતત્ત્વમાં જોડવું જેથી વાસનાઓ શાંત થાય. પરણીને તત્કાળ પરદેશ ગયેલા પતિની નવોઢાને કામવાસના જાગી, તે કોઈ પુરુષનો સંગ શોધવા લાગી ત્યારે સસરાએ સાવધાન થઈ દાસીઓને રજા આપી, પુત્રવધૂને ઘરકામમાં જોડી દીધી. રાત્રે માંડ સૂવા પામે ત્યારે તે ઊંધી જતી, એમ તેની વાસના દૂર થઈ.
તે માટે યોગીએ પણ આવશ્યકાદિ ક્રિયાઓ દ્વારા સંયમમાર્ગમાં જોડાઈ જવાથી વાસનાઓ ભાગી જાય છે. [५१३] या निश्चयैकलीनानां, क्रिया नाऽतिप्रयोजनाः ।
વ્યવહારશાસ્થાનાં, તા વાગતિશુવિહાર | 99 / મૂલાર્થ : જે ક્રિયાઓ કેવળ નિશ્ચયને જ વિષે તન્મય થયેલા મુનિને અતિ પ્રયોજનવાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારદશામાં રહેલા પ્રાણીઓને અત્યંત ગુણકારક છે.
ભાવાર્થ ? જેઓ નિશ્ચયધર્મને જ આત્મામાં ધારણ કરી રહ્યા છે, તેવા નિર્વિકલ્પદશાવાળા, આત્મસ્વભાવમાં તન્મયપણાને પામ્યા છે, તેમને આવશ્યકાદિ ક્રિયા કરવા લાયક નથી. કારણ કે નિશ્ચયમાં તન્મય છે તેમને ઉત્કૃષ્ટ નિર્જરા હોય છે. તે જ ક્રિયાઓ ધર્મકાર્યરૂપ અવસ્થાવાળા જીવોને અત્યંત ગુણકારી છે, અર્થાત્ વ્યવહાર-ધર્મવાળાને અશુભ કર્મનો ક્ષય કરવાવાળી છે. [५१४] कर्मणोऽपि हि शुद्धस्य, श्रद्धामेधादियोगतः ।
अक्षतं मुक्तिहेतुत्वं, ज्ञानयोगानतिक्रमात् ॥ २० ॥ મૂલાર્થ: શ્રધા, મેધા વિગેરે યોગથી શુદ્ધ ક્રિયા કરી હોય તો, તે પણ જ્ઞાનયોગના અતિક્રમરૂપ નહીં હોવાથી અક્ષત મુક્તિનો હેતુ થાય છે.
ભાવાર્થઃ કાયોત્સર્ગાદિ શુદ્ધ ક્રિયાઓ પણ શ્રદ્ધા, મેધા, ધારણા,
યોગસ્વરૂપ : ૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org