________________
ભાવાર્થ : પૂર્વના વિકારના સંસ્કારવાળી ઇન્દ્રિયોને ઉતાવળથી વશ કરવા જતાં તે કોઈ વાર ભયંકર અનર્થ કરે છે. આથી સાધકો જ્યારે મન અસ્થિર થઈ બહાર દોડે ત્યારે તેને ધીરજપૂર્વક અને સ્થિરબુદ્ધિ વડે પાછું લાવી વિષયોથી શાંત કરી આત્મભાવમાં જોડે છે. [५१०] यतो यतो निःसरति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ १६ ॥ મૂલાર્થ : ચંચળ અને અસ્થિર મન જે જે સંકલ્પાદિકથી બહાર નીકળે છે. ત્યાંથી તેને નિયમમાં રાખીને આત્માને વિષે વશ કરવું,
ભાવાર્થ: એક વિષયમાંથી બીજા વિષયમાં જતું ભ્રમર જેવું મન અન્ય વિકલ્પોમાં ભમવા માંડે છે, ત્યારે યોગી સાવધાન થઈને તેને આત્મજ્ઞાનરૂપી દોરડાવડે બાંધી વશ કરે છે. [५११] अत एवाद्दढस्वान्तः कुर्याच्छास्त्रोदितां क्रियाम् ।
सकलां विषयप्रत्याहरणाय महामतिः ॥ १७ ॥ મૂલાર્થ : તેથી કરીને જેનું ચિત્ત બરાબર દઢ નથી એવા મહાબુદ્ધિમાને મનને વિષયો થકી પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં કહેલી સમગ્ર ક્રિયા કરવી.
ભાવાર્થ : મોક્ષાર્થી છતાં પણ હજી જેની મનોદશા અસ્થિર પણે વર્તે છે, તેણે તો આવશ્યકાદિ ક્રિયાઓ દ્વારા મનને વિષયો થકી પાછું ખેંચવા સાવધાન રહેવું. [५१२] श्रुत्वा पैशाचिकी वार्ता, कुलवद्वाश्च रक्षणम् ।
नित्यं संयमयोगेषु, व्यापृतात्मा भवेद्यतिः ॥ १८ ॥ મૂલાર્થ : પિશાચનું કથન અને કુલવધૂના રક્ષણનો પ્રસંગ સાંભળીને યતિએ હંમેશાં સંયમ યોગોમાં દત્તચિત્ત બની રહેવું.
ભાવાર્થ : શેઠ ઉપર પ્રસન્ન થયેલા એક પિશાચે શેઠને કહ્યું કે જે દિવસે કામ નહીં આપો તે દિવસે તમને ખાઈ જઈશ. શેઠ મૂંઝાયા, અને તરત જ ઉપાય શોધી કાઢ્યો પિશાચને સીડી આપી કે જ્યાં સુધી બીજું કામ ન બતાવું ત્યાં સુધી આ સીડી
- ૨૬૮ : અધ્યાત્મસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org