________________
ભેદ છે. પ્રમત્તભાવની ક્રિયા અતિ પુણ્યબંધવાળી અને અપ્રમત્તભાવવાળી ક્રિયા અત્યંત નિર્જરાવાળી હોય છે. છતાં જ્ઞાન યોગીની પ્રમત્તભાવ સમયની અન્ય ક્રિયા ધ્યાનમાં વ્યાઘાત કરતી નથી. [५०७] ध्यानार्था हि क्रिया सेयं प्रत्याहृत्य निजं मनः ।
प्रारब्धजन्मसङ्कल्पादात्मज्ञानाय कल्पते ॥ १३ ॥ મૂલાર્થ : તે આ ધ્યાનના પ્રયોજનવાળી ક્રિયા પ્રારબ્ધ જન્મના સંકલ્પ થકી પોતાના મનને પાછું વાળીને આત્મજ્ઞાનને માટે સમર્થ થાય છે.
ભાવાર્થ ઃ જ્ઞાનયોગી જાણે છે પૂર્વે પ્રાપ્ત કરેલા જન્મના સંચિત કરેલા ઘણા પુણ્યયોગથી આ માનવજન્મ અને સંયમનો યોગ મળ્યો છે. તેથી અન્ય વિષયોથી ચિત્તને પાછું વાળી, અસંગપણામાં રહીને આત્મસ્વરૂપે જાણવા સમર્થ થાય છે, તેથી તેમને પ્રાપ્ત ક્રિયાઓ પણ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સહાયક છે. [૬૦] સ્થિરીભૂતપિ સ્વાન્ત રીસા વર્તતાં ત્રણેત |
પ્રચહિત્ય નિવૃતિ જ્ઞાની મુખ્યતે || 9 || મૂલાર્થ ? મન સ્થિર થયું હોય તો પણ રાગાદિકે કરીને તે ચંચળપણાને પામે છે. તેથી જ્ઞાની તેને પાછું ખેંચીને તેનો નિગ્રહ કરે છે.
ભાવાર્થ : પૂર્ણતા પામતા પહેલાં સ્થિર થયેલું ચિત્ત કોઈ સંસ્કારવશ ચંચળતા પામે કે કોઈ વિષયમાં આકર્ષણ પામે તો જ્ઞાની તેને શીવ્રતાને પાછું વાળી નિગ્રહ કરી ધ્યાનમાં જોડે છે. જ્ઞાનીયોગીનું સામર્થ્ય છે કે તે ચિત્તને પાછું વાળી પુનઃ ધ્યાનમાં લીન થાય છે. [૬૦૬] શનૈઃ પર યુદ્ધ કૃતિગૃહીતયા !
___ आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥ १५ ॥
મૂલાર્થ : ધૃતિવડે ગ્રહણ કરેલી બુદ્ધિએ કરીને ધીમે ધીમે ઉપશમ પામવો, પછી મનને આત્માને વિષે સ્થિર કરીને કંઈ પણ વિચાર કરવો નહીં.
યોગસ્વરૂપ : ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org