________________
ચિત્તમાં ઉદ્વેગ, અને વિષયાદિક પ્રત્યે પ્રીતિ આ બંનેનો અવકાશ જ નથી. કારણ કે જ્ઞાનયોગમાં ઈષ્ટ – અનિષ્ટનો વિકલ્પ જ નથી. શરીરને ઉષ્ણકાળમાં શીત પવન સ્પર્શે તો ઇષ્ટ નથી. અને ધર્મક્રિયામાં કંઈ અંતરાય આવે અનિષ્ટ ભાવ થતો નથી તેવા જ્ઞાનયોગીને શુભાશુભ ક્રિયાઓના વિકલ્પ હોતા નથી. [૬૬] દૈનિકમાત્રા હાડપિ મિક્ષાનાવિI |
ાિ, સા જ્ઞાનિનોડસકનૈવ ધ્યાનવિઘતિની |૧૦ મૂલાર્થ : કેવળ દેહના નિર્વાહને અર્થે જે ભિક્ષાટનાદિક ક્રિયાને તે કરે છે, તે પણ અસંગપણાને લીધે જ્ઞાનના ધ્યાનનો વિઘાત કરનારી થતી નથી.
ભાવાર્થ : જ્ઞાની ભિક્ષાટનાદિ કરે છે તે વિકલ્પ ખરોને ? દેહ ધર્મનું બાહ્ય અંગ છે, તેનો નિર્વાહ જરૂરી છે. તે માટે જે ગમનાદિ થાય છે, તે પણ જ્ઞાનયોગવાળાની અસંગ દશાને લીધે દોષ નથી. અનાદિકાળના દેહના સ્વભાવને લીધે તે ક્રિયા થાય છે, તેમાં આત્માને એકત્વ કરવું પડતું નથી. તેથી તે ક્રિયા ધ્યાનને વિઘાત કરનારી નથી. [५०६] रत्नशिक्षाद्दगन्या हि तनयोजनद्दग् यथा ।।
फलभेदात्तथाऽऽचारक्रियाऽप्यस्य विभिद्यते ॥ १२ ॥ મૂલાર્થ : જેમ રત્ન પરીક્ષાના અભ્યાસ વખતની દૃષ્ટિ જુદી હોય છે, અને તે રત્નની પરીક્ષા કરતી વખતની દૃષ્ટિ પણ ફળના ભેદને લીધે જુદી હોય છે. તેમ જ્ઞાનીની આચાર ક્રિયા ભેદવાળી હોય છે.
ભાવાર્થ : જેમ ઝવેરીનો પુત્ર રત્ન પારખવાની કેળવણી લે છે ત્યારે તેની દૃષ્ટિ કેવળ અભ્યાસની છે. અને તે જ પુત્ર જ્યારે પોતે વ્યાપારી બને છે, અને રત્નોનો વ્યાપાર કરે છે ત્યારે રત્ન પરીક્ષાની તેની દૃષ્ટિ ખાસ ધનોપાર્જનની છે. આ બંને વખતે રત્નની પરીક્ષામાં દૃષ્ટિભેદ છે. તેમ જ્ઞાનયોગીની પ્રમત્ત દશા અને અપ્રમત્તદશા બંને બાહ્ય પ્રકારે સમાન દેખાવા છતાં બંનેના ફળમાં
૨૬૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org