________________
[५०२] यस्त्वात्मरतिरेव स्या-दात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥ ८ ॥ મૂલાર્થ : જે મનુષ્ય આત્માને વિષે જ પ્રીતિવાળો હોય આત્મા વડે જ તૃપ્ત હોય. આત્માને વિષે જ સંતુષ્ટ હોય તે સાધકને કંઈ કરવાનું રહેતું નથી.
ભાવાર્થ : જે સાધક, આત્મમાં જ પ્રીતિ તૃપ્તિ અનુભવતો હોય. આત્મા વડે જ સંતુષ્ટ હોય તેને કર્મદ્વારા કંઈ કરવાનું રહેતું નથી. અન્ય દર્શનીઓ પણ કહે છે કે જ્યાં સુધી મનુષ્ય પોતાના ચિત્તની અત્યંત શુદ્ધિ કરતો નથી; સ્થિતપ્રજ્ઞતા પામતો નથી ત્યાં સુધી તેને કર્મ કરવાનો વિકલ્પ ઊઠે છે. અને તે પણ આત્મસ્થિરતાના પ્રયોજન માટે હોય છે. પરંતુ જે આત્મભાવથી સંતુષ્ટ છે તેને બાહ્ય પ્રયોજન હોતું નથી. [५०३] नैवं तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
ન થાય સર્વભૂતેષુ શ્ચર્થવ્યપાશ્રયઃ || 8 || મૂલાર્થ આ પ્રમાણે તે જ્ઞાનયોગીને ક્રિયા કરવાનું કંઈ પ્રયોજન નથી. તથા ન કરવાનું પણ કંઈ પ્રયોજન નથી. તે સર્વ ભૂતોને વિષે કંઈ અર્થનો આશ્રય આલંબન નથી.
ભાવાર્થ : એ જ્ઞાનયોગીને ક્રિયા કરીને જે સાધ્ય કરવાનું હતું તેનું પ્રયોજન હવે રહ્યું નથી. તેથી તેમને કંઈ ક્રિયા કરવાનો વિકલ્પ પણ નથી. વળી તેમનું ચિત્ત સર્વ ભૂતો પ્રત્યે સભાનપણે વર્તે છે. તેથી ચિત્તમાં મોહાદિનો કંઈ વિક્ષેપ નથી. અર્થાત્ સર્વ જીવો પ્રત્યે રાગાદિભાવનો કે કોઈ હેતુનું અવલંબન નથી. [५०४] अवकाशो निषिद्धोऽस्मिन्नरत्यानन्दयोरपि ।
____ ध्यानावष्टम्भतः क्वाऽस्तु तत्कियाणां विकल्पनम् ॥ १० ॥
મૂલાર્થ: આ જ્ઞાનયોગને વિષે અરતિ અને આનંદના અવકાશનો પણ નિષેધ કર્યો છે. તેથી ધ્યાનના આશ્રયને લીધે તેને ક્રિયા કરવાની કલ્પના ક્યાંથી જ હોય ?
ભાવાર્થ ? જ્ઞાનયોગને વિષે વર્તતા યોગીને ધર્મપ્રવૃત્તિને વિષે
યોગસ્વરૂપ : ૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org