________________
ઈન્દ્રિયોના વિષયો છૂટી ગયા છે. એવો મોક્ષનો સાધક સકલ કર્મોનો ક્ષય કરી પરમપદને પામે છે, તેનું મૂળ કારણ જ્ઞાનયોગ
[५००] न परप्रतिबन्धोऽस्मि-त्रल्पोऽप्येकात्मवेदनात् ।
शुभं कर्माऽपि नैवात्र, व्याक्षेपायोपजायते ॥ ६ ॥ મૂલાર્થ જ્ઞાનયોગનું વિશેષ સ્વરૂપ : આ જ્ઞાનયોગને વિષે કેવળ એક આત્માનું જ જ્ઞાન હોવાથી લેશ પણ બીજો પ્રતિબંધ નથી. કારણ કે આ જ્ઞાનયોગને વિષે શુભ ક્રિયા પણ વ્યાપને થતી નથી.
ભાવાર્થ ઃ આ જ્ઞાનયોગને વિષે આત્મસ્વરૂપનો અનુભવ જ મુખ્ય હોવાથી તેમને આવશ્યક ક્રિયા પ્રત્યે શુભરાગ નથી. કથંચિત તેઓ જે કોઈ શુભ ક્રિયા કરે છે તે રાગરહિત કરે છે. તેથી પ્રતિક્રમણાદિ શુભક્રિયા તેમને જ્ઞાનયોગમાં બાધક નથી, કારણ કે તેવી ક્રિયા સમયે પણ તેમનું ધ્યાન અંતરમુખપણે વર્તે છે. આથી શુભકર્મ અને ધ્યાન બન્નેને પરસ્પર વિરોધ નથી. જ્ઞાનયોગીનું શુભકર્મ પણ નિર્જરા માટે હોય છે. [५०१] न ह्यप्रमत्तसाधूनां क्रियाऽऽप्यावश्यकादिका ।
- નિયતા, ધ્યાનશુદ્ધત્વીચેથઃ મૃતમ્ | ૭
મૂલાર્થ : અપ્રમત્ત સાધુઓને આવશ્યકાદિક ક્રિયા પણ નિયમિત નથી. કારણ કે તેઓ ધ્યાનથી જ શુદ્ધ છે. આ બાબત અન્ય દર્શનીઓએ પણ નીચે પ્રમાણે કહ્યું છે.
ભાવાર્થ : અપ્રમત્ત સાધુઓને વિષે જ આવું વિધાન છે કે તેમને પ્રતિક્રમણાદિ ક્રિયાઓ નિયતપણે હોતી નથી. તેઓ ધ્યાન સ્વરૂપ તપથી શુદ્ધ હોય છે. તેઓની ચર્યા નિરતિચાર દોષ રહિત હોવાથી તેમને આવશ્યક ક્રિયાનું પ્રયોજન નથી. છતાં ધ્યાનમાં વિરોધ ન આવે તે પ્રમાણે ક્રિયા કરે, કેમ કે ક્રિયાનો સર્વથા નિષેધ નથી. તે પોતાની દશા પ્રમાણે છે. પ્રમત્તદશાવાળા સાધકે તો નિયમિત આવશ્યકાદિ કરવા જોઈએ.
૨૬૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org