________________
ચેષ્ટાઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ હોય છે. દેવ ગુર્નાદિકની ભક્તિ-વડે પુણ્ય ઉપાર્જન થાય છે, જેના ફળવડે પ્રાયે સાતવેદનીય કર્મ બંધાય છે. અર્થાત્ શુભ કર્મબંધ થાય છે તેથી તેને કર્મયોગ કહ્યો છે. તે પ્રાયે યોગની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ અને શુભ પ્રવૃત્તિના આદરરૂપ હોય છે. [४९८] आवश्यकादिरागेण, वात्सल्याद्भगवगिराम् ।
प्राप्नोति स्वर्गसौख्यानि, न याति परमं पदम् ॥ ४ ॥ મૂલાર્થ ઃ આવશ્યક વિગેરે ક્રિયા પરના રાગે કરીને જિનેશ્વરની વાણી પરના વાત્સલ્ય કરીને પ્રાણી સ્વર્ગના સુખો પામે છે. પણ મોક્ષ પદને પામતો નથી.
ભાવાર્થ : કર્મયોગનું ફળ : સામાયિક આદિ ક્રિયા પરનો રાગ, અને જિનવચનની પ્રીતિ શુભકર્મબંધનો હેતુ છે, તેથી એવો કર્મયોગ સ્વર્ગાદિના સુખનું કારણ બને છે, પણ તેનાથી વિશિષ્ટ કર્મ નિર્જરી થતી નથી, તેથી તે કર્મયોગથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કારણ કે શુભરાગ પણ શુભકર્મ બંધનું કારણ બને છે. અશુભથી છૂટવારૂપ તેનું પ્રયોજન છે. સમ્યગદર્શન પહેલા આવા શુભભાવ હોય છે. [४९९] ज्ञानयोगस्तपः शुद्धमात्मरत्येकलक्षणम् ।
इन्द्रियार्थोन्मनीभावात्स मोक्षसुखसाधकः ॥ ५ ॥ મૂલાર્થ ? જ્ઞાનયોગનું ફળ : આત્માને વિષે એક પ્રીતિ જ જેનું લક્ષણ છે, એવી જે શુદ્ધ તપસ્યા, તે જ્ઞાનયોગ છે. તે જ્ઞાનયોગ ઇન્દ્રિયોના વિષયથી ઉન્મની ભાવ થવાને લીધે મોક્ષનો સાધક છે.
ભાવાર્થ : જેનું એક આત્માર્થ જ લક્ષ્ય છે, સ્વરૂપ પ્રાપ્તિ જેનું લક્ષણ છે, એવું નિર્મળ ધ્યાનરૂપ શુદ્ધ અત્યંતર તપ તે જ્ઞાનયોગ છે. તપના બાર પ્રકાર વ્યવહાર અપેક્ષાએ છે. જે તપ દ્વારા આત્માનું જ્ઞાનસ્વરૂપ પ્રગટે તે તમરૂપ જ્ઞાનયોગ છે.
તે જ્ઞાનયોગ ઇન્દ્રિયોના વિષયોની સુખની ઇચ્છાથી ઉપરનો યોગ છે. અર્થાતુ મોક્ષરૂપ અભિલાષ જ માત્ર જેની છે તેને
યોગસ્વરૂપ : ૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org