________________
પ્રબંધ પમો
યોગસ્વરૂપ
[૪૧] અસદ્મવ્યયાદ્વાન્ત-મિથ્યાત્ત્વવિષવિપુષઃ | सम्यक्त्वशालिनोऽध्यात्म-शुद्धेर्योगः प्रसिदूयति ॥ १ ॥ મૂલાર્થ : અસદ્ગહનો નાશ કરવાથી જેણે મિથ્યાત્વરૂપી વિષના બિંદુઓનું વમન કર્યું છે, અને તેથી કરીને સમ્યક્ત્વ વડે શોભે છે, તેને અધ્યાત્મની શુદ્ધિ કરનારો યોગ સિદ્ધ થાય છે.
ભાવાર્થ : પ્રથમ કદાગ્રહનો ત્યાગ થાય, વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વના વિષનું વમન થાય, ત્યાર પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેવા આત્માને અધ્યાત્મની શુદ્ધિ કરનારો યોગ એટલે આત્માને પરમબ્રહ્મપણાની પ્રાપ્તિ સિદ્ધ થાય છે.
[૪૧૬] ર્મજ્ઞાનવિમેવેન, સ દ્વિધા તંત્ર ચાઽનિમઃ । आवश्यकादिविहितक्रियारूपः प्रकीर्तितः ॥ २ ॥
મૂલાર્થ : તે યોગ અને કર્મના ભેદે કરીને બે પ્રકારે છે. તેમાં પહેલો કર્મયોગ આવશ્યકાદિ વિધિ કરવારૂપ કહ્યો છે.
ભાવાર્થ : યોગ બે પ્રકારે છે, ૧, કર્મયોગ ૨. જ્ઞાનયોગ. યોગ : મોક્ષને કારણભૂત કોઈ આત્માની પરિણતિ - તે સર્વે
યોગ છે.
અધિકાર ૧૫મો
કર્મયોગ : અવશ્ય કરવારૂપ ધર્મક્રિયા સામાયિક આદિ આવશ્યકો. જ્ઞાનયોગ ધ્યાન કરવા લાયક આત્મચિંતન કરવારૂપ જ્ઞાનયોગ
છે.
[૪૭] શરીરસ્પન્દ્રર્માત્મા, થયું પુષ્યનક્ષળમ્ ।
कर्माऽऽतनोति सद्रागात्कर्मयोगस्ततः स्मृत ॥ ३ ॥ મૂલાર્થ : જેથી કરીને શરીરના વેગરૂપી કર્મના સ્વરૂપવાળો આ કર્મયોગ સારા પ્રેમથી પુણ્યના લક્ષણવાળી ક્રિયાઓ કરે છે તેથી તેને કર્મયોગ કહ્યો છે.
ભાવાર્થ : કર્મયોગ પ્રાયે શારીરિક સંબંધવાળો હોવાથી તેની
Jain Education International
૨૬૨
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org