________________
અભ્યાસકાળમાં ચિત્તશુદ્ધિ અને સ્થિરતા માટે ક્રિયા કરે છે, અને જ્ઞાનદશામાં તે ક્રિયા સહજ છૂટી જાય છે. યોગારૂઢ આત્માને ક્રિયાનો આગ્રહ કે અનાગ્રહ નથી.
જ્ઞાનયોગીને વિષમતા નથી. ઊંચ-નીચ. વિદ્વાન કે અજ્ઞાની, વૈશ્ય કે શુદ્ર જેવા ભેદ નથી. દરેક જીવ પ્રત્યે સમભાવ વર્તે છે.
જેમ કે કેવળ સંસારવૃત્તિવાળો કૂતરાને જોઈને તેનો તિરસ્કાર કરશે, કર્મયોગવાળો તેને હળવેથી જાકારો આપશે. પણ જ્ઞાનયોગી રામદાસ સ્વામી જેવા કૂતરાને રોટલા લઈ જતો જોઈ બોલી ઊઠ્યા ભગવાન ઊભા રહો રોટલા લૂખા છે. ઘી ચોપડી આપું.”
અર્થાત્ જ્ઞાનયોગીને આવો ભેદ નથી. આ મનોદશા જે સ્વયં આત્મસ્વરૂપે રહ્યા છે તેમની છે. વ્યવહારધર્મવાળાને કંઈક ભેદ રહેતો હોય છે. જ્ઞાન યોગી સર્વ જીવમાં આત્માનો સાક્ષાત્કાર કરે છે. તેથી તેમને ભેદ ઊભા થતા નથી.
આમ વૈષમ્યમાં પણ અર્થાત્ ઊંચા કે નીચમાં સામ્યનું દર્શન કરવું તે વાસ્તવમાં વૈરાગ્ય જેવો ગુણ બની રહે છે. આથી જ્ઞાનયોગીને ઈનિષ્ટનો કોઈ વિકલ્પ ઊઠતો નથી. પૂર્વના સુખની સ્મૃતિ ન કરે. ભાવિની ચિંતા ન કરે, લૌકિક આચારથી મુક્ત પણ લોકોત્તર આચારના તે આરાધક છે, એ જ્ઞાનયોગીની અવસ્થા
જ્ઞાનયોગીનું શુદ્ધાત્મા સાથે ઐક્ય હોવાથી ધ્યાનયોગમાં આરૂઢ થઈ કર્મમુક્ત થાય છે. અર્થાત્ ભગવાન અને ભક્ત હવે અલગ નથી. ભક્ત જ ભગવાન સ્વરૂપે પ્રગટ થાય તેવી અભેદતા એ જ્ઞાનયોગમાં સિદ્ધ થાય છે. અન્ય દર્શનકારોએ પણ જ્ઞાનયોગની પ્રશંસા કરી છે. “ભગતને સ્વર્ગ, સ્વર્ગથી અધિક જ્ઞાનીને ફળ દેઈ રે.”
કર્મયોગ એ અધ્યાત્મયોગની અભ્યાસદશા છે. જ્ઞાનયોગ એ સમાધિદશા છે. ધ્યાનયોગ એ ગુણ શ્રેણિની સાધના છે મુક્તિયોગ એ સિદ્ધત્ત્વ છે.
યોગસ્વરૂપ : ૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org