________________
[४९१] असदग्रस्थेन समं समन्तात्सौहार्दभूदुःखमवैति ताग ।
उपैतियाद्दक्कदली कुवृक्षस्फुटत्रुटत्कण्टककोटिकीर्णा ॥ १९ ॥ મૂલાર્થ : દુષ્ટ વૃક્ષોના ફૂટતા અને તૂટતા કરોડો કાંટાએ કરીને વ્યાપ્ત થયેલી કેળ જેવું દુઃખ પામે છે. તેવું દુઃખ કદાગ્રહમાં રહેલા પુરુષની સાથે મૈત્રી કરનાર માણસ પણ પામે છે.
ભાવાર્થ : બાવળ અને બોરડી સાથે ઉગેલી કેળ તે કુત્સિત વૃક્ષોના કાંટાથી હણાઈ મહાદુઃખ પામે છે. કાંટા કેળના પાંદડાને તોડી નાંખે છે. તે શાખા અને થડમાં ભરાઈને કેળને મહાદુઃખ આપે છે, તેમ કદાગ્રહી પુરુષ સાથે મૈત્રી કરીને સજ્જન માણસ મહાદુઃખ પામે છે. [४९२] विद्या विवेको विनयो विशुद्धिः सिद्धान्तवालभ्यमुदारताच।
असद्ग्रहाद्यान्ति विनाशमेते गुणास्तृणानीव कणाद्दवाग्नेः॥२०॥ મૂલાર્થ : અસગ્રહી થકી વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાંત પરની પ્રીતિ અને ઉદારતા એ સર્વે ગુણો દાવાનળના તણખાથી તૃણની જેમ નાશ પામે છે.
ભાવાર્થ : વિઘા = આગમાદિનો અભ્યાસ વિવેક = કૃત્યાકૃત્યનો વિચાર વિનય : નમ્રતા. વિશુદ્ધિ આહારાદિની વિશુદ્ધિ, સિદ્ધાંત - પ્રભુવચનમાં પ્રીતિ, ઉદારતા : ઉત્તમ સ્વભાવ, દાતારપણું આત્માના આવા ઉત્કૃષ્ટ ગુણો જેમ અગ્નિના તણખાથી તૃણનો ઢગલો નાશ પામે છે, તેમ અસગ્રહથી ગુણોનો રાશિ નાશ પામે છે.
માટે હે ભવ્યાત્માઓ ! જો તમે હિતવાંછુ હોય તો કોઈ પણ પ્રકારનો કદાગ્રહ ત્યજી દેશો. [४९३] स्वार्थः प्रियो नो गुणवाँस्तु कश्चिन्मूढेषु मैत्री न तु तत्त्ववित्सु।
असद्ग्रहापादितविश्रमाणां स्थितिः
વિનીસાવધમાધમાનામું ૨૦ || મૂલાર્થ : કદાગ્રહીને પોતાનો સ્વાર્થ જ પ્રિય લાગે છે પણ, કોઈ ગુણવાન પ્રિય લાગતો નથી. તે મૂર્ણ પુરુષોની મૈત્રી કરે છે, પણ તત્ત્વજ્ઞાનીની મૈત્રી કરતો નથી. કદાગ્રહે જેમને વિશ્રાંતિ આપી છે એવા
૨૫૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org