________________
અધમમાં અધમ પુરુષોની આવી જ સ્થિતિ હોય છે. ભાવાર્થ : કદાગ્રહીની મનોદશા તે જુઓ. પોતાના સ્વાર્થ પોષણમાં તેમને ગુણવાન આત્મા પ્રત્યે પ્રીતિ થતી નથી. તે મૂઢ માણસો સાથે મૈત્રી કરે છે, પણ તત્ત્વ'નીઓથી દૂર રહે છે. કદાગ્રહે જેના મનને ઘેરી લીધું છે તેવા પુરુષોની આવી સ્થિતિ થાય છે.
[४९४] इद वियँस्तत्वमुदाबुद्धिरसद्ग्रहं यस्तृणवज्जहाति ।
जहाति नैनं कुलजेव योषिद्गुणानुरक्ता दयितं यशः श्री ॥ २२ ॥ મૂલાર્થ : આ પ્રમાણે તત્ત્વાર્થને જાણનાર ઉદાર બુદ્ધિવાળો જે પુરુષ તૃણની જેમ અસદ્ગહનો ત્યાગ કરે છે, તેના ગુણોને વિષે અનુરાગવાળી યશલક્ષ્મી, પતિને કુળવાન સ્ત્રી ન તજે તેમ કદાપિ ત્યાગ કરતી નથી.
ભાવાર્થ : મોક્ષાર્થી અર્થાત્ તત્ત્વને વિશદતાથી જાણનાર મુનિ કદાગ્રહનો શીઘ્રતાથી ત્યાગ કરે છે તેવા મહાત્માઓને ગુણોથી ભરપૂર, ગુણો પ્રત્યે અનુરાગવાળી યશલક્ષ્મી વરે છે, તે પછી સતી સ્ત્રીની જેમ ક્યારે પણ તે મહાત્માને ત્યજી દેતી નથી.
માટે સજ્જનોએ, મોક્ષાર્થીએ કે સાધકે ઉદારચિત્ત થઈ ગુણવાનોના ગુણોનો આદર કરવો, સદ્ગુરુના બોધને સરળ ચિત્તથી ગ્રહણ કરવો. પોતે માનેલા મતાગ્રહનો ત્યાગ કરી પ્રભુના વચનને પ્રમાણ માનવા. કોઈ મત કે પંથથી દોરવાઈને ધર્મને નામે પણ અસદ્ધહમાં ઘડી અહિતને આમંત્રણ આપવું નહીં.
અસંગ્રહ ત્યાગ અધિકાર પૂર્ણ.
Jain Education International
*
કદાગ્રહ ત્યાગ
C ૨૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org