________________
ભાવાર્થ : જેમ ઘણા પ્રયત્ન પ્રાપ્ત કરેલાં બીજ ઉખર ભૂમિમાં વાવીને તે નષ્ટ થવાથી ખેડૂત ખેદ પામે છે. તેમ ઘણા પ્રયત્ન આગમના રહસ્યનો ભેદ મેળવીને તે વિપરીત મતિવાળા કદાગ્રહીને આપવાથી આપનારને ખેદનું કારણ બને છે. [४८९] शृणोतिशास्त्राणि गुरोस्तदाज्ञां करोति नासद्ग्रहवान्कदाचित् ।
विवेचकत्वं मनुते त्वसारग्राही भुवि स्वस्य च चालनीवत् ॥१७॥ મૂલાર્થ : કદાગ્રહી પુરુષ કદાચિત પણ ગુરુ સમીપે શાસ્ત્રનું શ્રવણ કરતો નથી, તથા તેની આજ્ઞામાં રહેતો નથી. અને ચાલણીની જેમ અસારને જ ગ્રહણ કરનારો તે પૃથ્વી પર પોતાને જ વિવેચક માને છે.
ભાવાર્થ : જેમ ચાલણીની રચના એવી છે કે તે અનાજના ફોતરાને નિસારને ગ્રહણ કરે, તેમ કદાગ્રહી પુરુષ ગુરુનો યોગ મળવા છતાં તેમનો ઉપદેશ સાંભળતો નથી, તેમની આજ્ઞા માનતો નથી, પરંતુ પોતે સર્વ તત્વ જાણે છે એવા અહંકારમાં જાતે જ ઉપદેશક બની જાય છે. વિવેકને બદલે વિવેચક બને છે. અર્થાત્ સાર ગ્રહણ કરવાને બદલે અસારને ગ્રહણ કરે છે. [४९०] दम्भाय चातुर्यमधाय शास्त्रं, प्रतारणाय प्रतिभापटुत्वम् ।
गर्वाय धीरत्वमहो गुणानामसद्ग्रहस्थे विपरीतसृष्टिः ॥ १८ ॥ મૂલાર્થ : અહો કદાગ્રહને વિષે રહેલા પુરુષના ગુણોની કેવી વિપરીત સૃષ્ટિ છે? કે જેથી તેની ચતુરાઈ દંભને માટે થાય છે. શાસ્ત્ર પાપને માટે થાય છે. બુદ્ધિની કુશળતા પ્રતારણને માટે થાય છે, અને ધીરપણું ગર્વને માટે થાય છે.
ભાવાર્થ : કદાગ્રહી પુરુષના વિપરીત આચરણની પણ એક સૃષ્ટિ છે, તેની ચતુરાઈ દંભ માટે, શાસ્ત્રધ્યયન ઉસૂત્રતા જેવા પાપ માટે, અને બુદ્ધિ ચાતુર્ય અન્યને ઠગવા માટે થાય છે. ધીરજ કેવળ અહંકાર માટે હોય છે. આમ તેનામાં દેખાતા ગુણોનું તે વળ શીર્ષાસન કરે છે, ગુણો પણ તેનામાં દુર્ગુણરૂપે કામ કરે
કદાગ્રહ ત્યાગ : ૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org