________________
મૂલાર્થઃ કદાગ્રહને લીધે પામરજનોની સંગતિ કરે છે. તેઓને પંડિતો ઉપર પ્રીતિ હોતી નથી. કારણ કે વિષ્ટાવડે પુષ્ટ થયેલા કાગડાઓ મિષ્ટાન્નને ખાવા વિષે બિલકુલ તત્પર થતા નથી.
ભાવાર્થ : વિષ્ટા વિષે પ્રીતિ ધરાવતા કાગડાઓ મિષ્ટાન્ન વિષે પ્રીતિ ધરાવતા નથી તેમ જેમને અજ્ઞાનીજનોની સંગતિ થઈ છે તેમને જ્ઞાનીજનોનો સંપર્ક રુચતો નથી. [४८४] नियोजयत्येवमतिं न युक्तौ, युक्ति मतौ यः प्रसभं नियुङ्कते।
__ असद्ग्रहादेव न कस्य हास्योऽजले घटारोपणमादधानः॥१२॥ મૂલાર્થ : જે પુરુષ અસદ્ગહને લીધે શુદ્ધ યુક્તિને વિષે પોતાની બુદ્ધિનો નિયોગ કરતો નથી. પણ પોતાની બુદ્ધિને વિષે યુક્તિને બળાત્કારે લઈ જાય છે. તે માણસ મૃગતૃષ્ણિકાના જળને વિષે ઘડાનું આરોપણ કરતો છતાં કોને હાંસી કરવા લાયક ન થાય ?
ભાવાર્થ : કદાગ્રહી મનુષ્યો શાસ્ત્રોક્ત પ્રતિપાદનને વિષે પોતાની બુદ્ધિને દઢપણે દોરતા નથી. પરંતુ પોતાની મતિ કલ્પના પ્રમાણે શાસ્ત્રના વિધાનોને સમજવા કે સમજાવવા પ્રયત્ન કરે છે.
જ્યાં વાસ્તવમાં જળ નથી પણ મૃગજળ છે. ત્યાં જઈને ઘડો લઈ પાણી મેળવવા પ્રયત્ન કરીને હાંસીને પાત્ર થાય છે. તેમ તેઓ પોતાની અલ્પમતિ દ્વારા શાસ્ત્રોનું નિરૂપણ કરવા જાય છે, તે હાંસીને પાત્ર બને છે. [४८५] असद्ग्रहो यस्य गतो न नाशं, नदीयमानं श्रुतमस्य शस्यम् ।
ननाम वैकल्यकलङ्कितस्य प्रौढा प्रदातुं घटते नृपश्रीः॥१३॥ મૂલાર્થ ? જે પુરુષોનો કદાગ્રહ નાશ પામ્યો ન હોય, તેને શાસ્ત્ર ભણાવવું પ્રશસ્ય નથી, કારણ કે વિકળતાએ કરીને કલંકિત થયેલા પુરુષને મોટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય ગણાતી નથી.
ભાવાર્થ : જેમ આકુળતાવાળા પુરુષને રાજ્ય-લક્ષ્મી મળે તો તે તેને માટે યોગ્ય નથી, તેમ જેનું મન અસગ્રહથી ઘેરાયેલું છે, તેને શાસ્ત્રજ્ઞાન આપવું યોગ્ય નથી.
કદાગ્રહ ત્યાગ : ૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org