________________
અમાવાસ્યા જેવો અંધકાર હોય તેવા અસગ્રહવાળા પ્રાણીમાં સમ્યક્ત્વ ક્યાંથી હોય ? અર્થાત્ જેને આત્માદિ તત્ત્વની શ્રદ્ધા નથી તે જીવો તત્ત્વના રહસ્ય ક્યાંથી જાણે ? તેઓ જે જાણે છે તે સઘળું પૌદ્ગલિક છે, તેમાં જ રાચવું તે અસદ્ગહ છે. [४७८] कुतर्कदात्रेण लुनाति तत्त्व-वल्ली रसात्सिञ्चति दोषवृक्षम्।
क्षिपत्यधः स्वादुफलं शमाख्य-मसद्ग्रहच्छत्रमर्तिमनुष्यः ॥६॥ મૂલાર્થઃ અસદ્ગહથી આચ્છાદિત થયેલી બુદ્ધિવાળો મનુષ્ય કુતર્કરૂપી દાત્રવડે તત્ત્વરૂપી લતાને છેદે છે. દોષરૂપી વૃક્ષને રસથી સીંચે છે. અને સમતા નામના ફળને નીચે ફેંકી દે છે.
ભાવાર્થ : અસગ્રહથી ગ્રસિત, ભ્રષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય કુતર્કવડે તત્ત્વની શ્રદ્ધાને છેદી નાંખે છે. અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદના દોષના રસ વડે સિંચન કરે છે. અને તેથી કરીને પોતાના સમતારૂપી સ્વભાવના ગુણ-ફળને ફેંકી દે છે. [४७९] असद्ग्रहग्रावमये हि चित्ते, न क्वाऽपि सद्भावरसप्रवेशः।
___ इहाङ्कुरश्चित्तविशुद्धबोधः, सिद्धान्तवाचां बत कोऽपराधः॥७॥
મૂલાર્થ :અસદ્ગહરૂપી પાષાણમય ચિત્તને વિષે કદાપિ સદ્ભાવનાના રસનો પ્રવેશ થતો નથી. તથા તે ચિત્તને વિષે મનનો વિશુદ્ધ યુક્ત બોધરૂપી અંકુર પણ કદાપિ ઉત્પન્ન થતો નથી. તેમાં સિદ્ધાંતની વાણીનો દોષ નથી.
ભાવાર્થ : અહો ! કદાગ્રહથી જેનું ચિત્ત અત્યંત કઠણ થયું છે તેમાં ધર્મરૂપી સદૂભાવનાનો પ્રવેશ ક્યાંથી થાય ! તેવા પથરાળ ભૂમિમય ચિત્તમાં બોધના પરિણમન રૂપ અંકુર ફૂટતા નથી. તેમાં આગમના સિદ્ધાંતનો દોષ નથી. પણ સમજ અને વિવેકનો અભાવ છે. [४८०] व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः।
अभूत्फलंयत्तु न निहवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥६॥ મૂલાર્થઃ વ્રતો કર્યા, તપસ્યા કરી. અને પ્રયત્નથી પિંડશુદ્ધિ પણ કરી, તો પણ નિન્યવોને તેનું કંઈ પણ ફળ મળ્યું નહીં. તેમાં ખરેખર અસદ્ગહનો જ દોષ છે.
કાગ્રહ ત્યાગ : ૨૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org